બ્રહ્મમાં ભળવું હોય તો
બ્રહ્મમાં ભળવું હોય તો લોયણ |
૫
જી રે લાખા ! બ્રહ્મમાં ભળવું હોય તો હેત વધારો જી હો જી;
અને મનના પ્રપંચને મેલો રે હાં !
જી રે લાખા ! નૂરત-સૂરતથી ફરી લ્યો ને મેળા જી હો જી;
અને ફળની ઇચ્છાને ત્યાગો રે હાં !
જી રે લાખા ! તરણા બરોબર આ જગતની માયા છે હો જી;
એને જાણજો મનથી જૂઠી રે હાં !
જી રે લાખા ! કાળને ઝપાટે એ તો ઝડપાઈ જાશે જી હો જી;
ત્યારે જીવડો તો જાશે ઊડી રે હાં !
જી રે લાખા ! જાગીને જોશો તો તમને ઈશ્વર મળશે જી હો જી;
ત્યારે મન પાછુ પડશે હાં,
જીરેલાખા સંકલ્પ વિલકની ગાંઠું બધાણીજી,
એ તે ગુરૂ વચનથી ગળસે હાં.-૩
જીરેલાખા હાર ન પામે તમે હીમત રાખે,
એવા ગુરૂ વચન રસ ચાખે! હાં.
જીરેલાખા શૈલીની ચલી સતિ લાય” એલ્યાજી,
તમે સુખથી અસત્ય નવ ભાષા.૪.