ભક્ત મનરંજન
પ્રેમાનંદ સ્વામી


પદ ૧૧૮૬ મું

ભક્ત મનરંજન ભૃકુટી ઘનશ્યામની,
કામિની જોઈને મત થાય ઘેલી;
ભૃકુટીને હેઠે ને નેત્રની ઉપરે,
રેખા ઊઠે અતિ રસ ભરેલી...

ભાલ વિશાળમાં પંચ રેખા ઊઠે,
ઊભી છે બે ને ત્રણ ચંદ્રાકાર;
જમણી કોરે એક ચિહ્ન છે ભાલમાં,
ભક્તજન નીરખે (તે) વારમવાર...


સુંદર મસ્તક શ્રી મહારાજનું,
શિખા સુંદર જેમાં જોઈ જ રહીએ;
ત્રણ તિલ છે વળી શિખાને પાસળે,
વામ ભાગે તેને ધારી લઈએ...

મોટો એક તિલ છે વામ વાંસામાંહી,
મોટો એક કેશ છે તેને પાસે;
જમણા વાંસામાંહી આઘો એક તિલ છે,
પ્રેમાનંદ નીરખતા દુઃખ નાસે...

અન્ય સંસ્કરણ

ફેરફાર કરો

ભક્ત મનરંજન ભૃકુટી ઘનશ્યામની,
કામિની જોઈને મત થાય ઘેલી;
ભૃકુટીને હેઠે ને નેત્રની ઉપરે,
રેખા ઊઠે અતિ રસ ભરેલી...

ભાલ વિશાળમાં પંચ રેખા ઊઠે,
ઊભી છે બે ને ત્રણ ચંદ્રાકાર;
જમણી કોરે એક ચિહ્ન છે ભાલમાં,
ભક્તજન નીરખે (તે) વારમવાર...

સુંદર મસ્તક શ્રી મહારાજનું,
શિખા સુંદર જેમાં જોઈ જ રહીએ;
ત્રણ તિલ છે વળી શિખાને પાસળે,
વામ ભાગે તેને ધારી લઈએ...

મોટો એક તિલ છે વામ વાંસામાંહી,
મોટો એક કેશ છે તેને પાસે;
જમણા વાંસામાંહી આઘો એક તિલ છે,
પ્રેમાનંદ નીરખતા દુઃખ નાસે...

-૦-