← ૧૨. નમ્રતા મંગળપ્રભાત
સ્વદેશી
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૪. સ્વદેશીવ્રત →



૧૩. સ્વદેશી


પ્રવચનોમાં 'સ્વદેશી' ઉપર લખવાનું માંડી જ વાળીશ. રાજ્યપ્રકરણને લગતા વિષયોને ન છેડવાનો સંકલ્પ છે તેમાં કંઈ ત્રુટી આવે એમ લાગે છે. સ્વદેશીનું કેવળ ધાર્મિક દૃષ્ટિએ લખતાં પણ કેટલુંક એવું લખવું જોઈએ કે જેનો રાજ્યપ્રકરણની સાથે આડકતરો સંબંધ હોય.