મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ સક્ર અલ કબીશી

← અબૂલ હસન અલ કલસદી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂલ સક્ર અલ કબીશી
સઈદ શેખ
અબ્બાસ ઈબ્ને સઈદ અલ જોહરી  →


અલ કબીશી, અબૂલ સક્ર, અબ્દુલ અઝીઝ ઇબ્ને ઉસ્માન ઇબ્ને અલી
(મૃ. ૯૫૦, એલેપ્પો, સીરીયા)

અબૂલ સક્ર અબ્દુલ અઝીઝ ઇબ્ને ઉસ્માન ઇબ્ને અલી અલ કબીશી ઈરાકના મોસૂલ નજીકના કબીશા પ્રાંતના અથવા તો સમારા નજીકના રહેવાસી હતા તેથી અલ કબીશી તરીકે ઓળખાયા. એમણે પ્રારંભિક શિક્ષણ અલી ઇબ્ને અહમદ અલ ઈમરાની પાસે મેળવ્યું અને ટૉલેમીના 'અલમાજેસ્ત'ના સારા અભ્યાસી બન્યા.

ભૂમિતિ અને ખગોળશાસ્ત્રમાં રસ ધરાવનાર અલ કબીશીએ જ્યોતિષશાસ્ત્ર વિશે 'અલ મધકલ ઇલા સી'નાત અહકામ અલ નૂજૂમ (Introduction to the art of Astrology) નામક પ્રબંધ પાંચ ભાગમાં લખ્યો અને એ વખતના હમદાની શાસક સૈફુદદૌલા (૯૪૫ - ૯૬૭)ને અર્પણ કર્યું. આ પ્રબંધના લેટીન અનુવાદ પંદરમી સોળમી સદીમાં પ્રકાશિત થયા હતા.

અલ કબીશીએ બીજા પણ ત્રણ પ્રબંધ ગ્રંથોની રચના કરી હતી જેમાંથી પ્રથમ બે સૈફુદ્દૌલાને અર્પણ કરવામાં આવ્યા હતા. 'રીસાલા ફી અનવા અલ આદાદ’ (Epistle on the kinds of Numbers) 'રીસાલા ફી અલ અ'બાદ વ અલ અજરામ (Epistle on Distances and volumes). આ ઉપરાંત અલ ફરગાનીએ નવમી સદીમાં લખેલ ખગોળશાસ્ત્ર વિશેની હેન્ડબૂકનું વિવેચન પણ અલ કબીશીએ લખ્યું હતું.