મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ ઈશ્હાક અલ ઝરકાલી
← સાબિત ઇબ્ને કુર્રા | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો અબૂ ઈશ્હાક અલ ઝરકાલી સઈદ શેખ |
અબૂલ કાસિમ અલ ઝહરાવી → |
(ઈ.સ. ૧૦૨૮ - ૧૦૮૭) ખગોળશાસ્ત્રી
અબુ ઈશ્હાક ઈબ્રાહીમ ઈબ્ને યાહયા અલ ઝરકાલી પશ્ચિમી જગતમાં Arzachel ના નામે ઓળખાય છે. આ સ્પેનીશ - આરબ પોતાના સમયનાં આગળ પડતાં ખગોળશાસ્ત્રી હતા.
સ્પેનના ટૉલેડો શહેરની વેધશાળામાં અલ ઝરકાલીએ ઘણા ખગોળીય અવલોકનો નોંધી ‘ટૉલેડીયન કોષ્ટકો'ની રચના કરી હતી. અલ ઝરકાલીએ ટૉલેમી અને અલખ્વારિઝમીની ખગોળીય માહિતીઓમાં સૂધારા વધારા કર્યા. બારમી સદીમાં ‘ટૉલેડીયન કોષ્ટકો' નો લેટીન ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો.
સૂર્યની આસપાસ ગ્રહોના પરિભ્રમણ કક્ષાના સૌથી દૂરના સ્થાનોને તારાઓની સાપેક્ષમાં શોધવાનો સૌ પ્રથમ શ્રેય અલ ઝરકાલીને જાય છે. આની ગતિ ૧૨.૦૪ સેકન્ડસ પ્રતિ વર્ષ થાય છે એવું ઝરકાલીએ શોધ્યું હતું જે આધુનિક ગણતરી ૧૧.૮ સેકન્ડથી એકદમ નજીક છે.
અલ ઝરકાલીએ સપાટ એસ્ટ્રોલેબની શોધ કરી હતી જે 'સફીહા' તરીકે ઓળખાતું હતું આની માહિતી લેટીન હિબ્રુ અને અન્ય યુરોપીય ભાષાઓમાં પ્રકાશિત થઈ હતી.
મહાન ખગોળશાસ્ત્રી ડૉપરનિકસે પોતાના પ્રસિદ્ધગ્રંથ ‘De Revolutionibus Orbium Clestium' માં અલ બત્તાની અને અલ ઝરકાલીનું ખગોળશાસ્ત્ર બાબતે ઋણ સ્વીકાર કરેલ છે અને આ વૈજ્ઞાનિકોના ઘણા બધા સૂત્રો તથા માહિતીઓને પોતાના કાર્યોમાં ઉપયોગમાં લીધા હતા. Beer અને Madler પોતાના પ્રસિદ્ધ ગ્રંથ Dermond (1837) માં અલઝરકાલીના નામની ચંદ્રના સપાટીનું વર્ણન કર્યું છે. એ મુજબ આ સમતળ સપાટી આઠ વિભાગમાં અને ૬૦ માઈલથી વધુ વ્યાસ ધરાવે છે. જેની આસપાસ ઊંચા પર્વતોની હારમાળા મધ્યભાગની સપાટીથી લગભગ ૧૩000 ફૂટની ઊંચાઈ સુધી વિસ્તરેલી છે. આ સ્થળે ઘણા ડુંગરો અને ખીણો તથા પશ્ચિમી પર્વતીય દિવાલોની બાજુઓમાં બખોલો પણ આવેલી છે.