મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને વાફિદ, અબુલ મુતાઆરરીફ અ. રહેમાન
← ઈબ્ને યુનુસ, અબુલ હસન અલી | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો ઈબ્ને વાફિદ, અબુલ મુતાઆરરીફ અ. રહેમાન સઈદ શેખ |
અલ ખલીલી, શમ્સુદ્દીન અબુ અબ્દુલ્લાહ મુહમ્મદ → |
અબૂલ મુતઆરરીફ અબ્દુલ રહેમાન ઈબ્ને મુહમ્મદ ઈબ્ને વાફિદ ઔષધશાસ્ત્રી અને તબીબ હતો. સ્પેનના ટોલેડો શહેરમાં ઈ.સ. ૧૦૦૮માં જન્મ થયો અને અવસાન ઈ.સ. ૧૦૭૫માં થયું.
ઈબ્ને વાફિદ એરીસ્ટોટલ, ડાયોસ્કોરીડ અને ગેલનના ગ્રંથોનો ઊંડાણપુર્વક અભ્યાસ કર્યો હતો અને આ ગ્રંથોના કેટલાક ભાગ ઉપરથી સાદી ઔષધિઓ વિશેનો ગ્રંથ 'કિતાબ ફિલ અદવિયા અલ મુફરદ'ની રચના કરી હતી. આ દળદાર ગ્રંથની રચના માટે એને ૨૦ વર્ષ લાગ્યા હતા. આનો સંક્ષિપ્ત લેટીન અનુવાદ ક્રેમોનાના જેરાર્ડ કર્યો હતો. હિબ્રૂ અને કેટલન ભાષામાં પણ આના અનુવાદ થયા હતા.
Pharmocopeia અને Therapeutics માં ઈબ્ને વાફિદે કિતાબ અલ રશશાદ ફીલ તિબ (ઔષદો વિશેની માર્ગદર્શિકા)ની રચના કરી હતી, પોતાના અનુભવના આધારે એણે ઔષધોના મિશ્રણ વિશેની પ્રાયોગિક ચર્ચાઓ કરી હતી. ઈબ્ને વાફિદ મજરબાત ફીલ તિબ્બ (તબીબી અનુભવો) નામક ગ્રંથની રચના પણ કરી હોવાનું ઈબ્ને ઉસૈબિયાનું માનવું હતું.
ઈબ્ને 'વાફિદ તહરીક અલ નઝર હાસત અલ બશર' (આંખના રોગોનું નિદાન) અને 'કિતાબ અલ મુગીસ' (સહાયતા વિશે) ગ્રંથોની રચના પણ કરી હતી. Balneology-મિનરલ પાણીમાં લેવામાં આવતું ઉપચાર સંબંધી સ્નાન-વિષયક ગ્રંથની પણ રચના ઈબ્ને વાફિદ કરી હતી. દુર્ભાગ્યે આ ગ્રંથો આજે ઉપલબ્ધ નથી પરંતુ છેલ્લા ગ્રંથની લેટીન અનુવાદની હસ્તપ્રત De banesis Semo વેનિસમાં સચવાયેલી છે.
ઈબ્ને અલી અબ્બાસના મત મુજબ મજમુઆ અલ ફિલાહ (કૃષિ વિષયક) ગ્રંથોની રચના પણ ઈબ્ને વાફિદે કરી હોવી જોઈએ પરંતુ એ માટે એને શંકા છે.