મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/નવબખ્ત ફઝલ બિન નવબખ્ત
← અબૂ સઈદ એહમદ સિજિસ્તાની | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો નવબખ્ત ફઝલ બિન નવબખ્ત સઈદ શેખ |
અલ નૈરેઝી → |
સિવિલ ઈજનેર, ખગોળશાસ્ત્રી
બગદાદમાં જન્મેલા નવબખ્ત અને એનો પુત્ર ફઝલ સારા સિવિલ ઈજનેર હતા. આ ઉપરાંત ખગોળશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો હતો. નવબખ્ત સિવિલ ઈજનેર હતો અને સર્વેક્ષણ (Survey)નું પણ જ્ઞાન ધરાવતો હતો. શહેરી વિકાસ (ટાઉન પ્લાનીંગ)ની આવડત હોવાના લીધે એ સમયના ખલીફા મન્સૂરે નવબખ્ત અને એના પુત્ર ફઝલને બગદાદને નવેસરથી બનાવવાની જવાબદારી સોંપી, જે એમણે સફળતાપૂર્વક પાર પાડી. મહેલ અને મકાનોની ડીઝાઈન ઉપરાંત નવબખ્તે પુસ્તકાલયની પણ રચના કરી હતી. નવબખ્તે બગદાદની ડીઝાઈન એટલી સરસ કરી હતી કે એ યુગમાં બગદાદ વિશ્વના સૌથી સુંદર શહેરોમાંથી એક ગણાતું હતું. આ જ બગદાદ પછી થી અરેબિયન નાઈટસ ની વાર્તાઓનું કેન્દ્ર બન્યું.
નવબખ્તનું ઈ.સ. ૭૭૬માં અવસાન થયું.
ફઝલ બિન નવબખ્ત :-
ફઝલ પણ એના પિતાની જેમ હોશિયાર હતો. ખગોળશાસ્ત્રમાં અભ્યાસ કરી સિવિલ ઈજનેરીમાં પિતાને મદદ કરતો. એણે કેટલાંય ખગોળશાસ્ત્રીય ગ્રંથોનો અનુવાદ કર્યો હતો. બગદાદના પુસ્તકાલયમાં સંચાલક તરીકે કામ કર્યું. આ પુસ્તકાલય વિશ્વનું પ્રથમ પધ્ધતિસરનું પુસ્તકાલય ગણાય છે. ફઝલ બિન નવબખ્તનું ઈ.સ. ૮૧૬માં અવસાન થયું.