મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/મોહીયુદ્દીન અલ મગરિબી
← અબૂલ કાસિમ અલ મજરિતી | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો મોહીયુદ્દીન અલ મગરિબી સઈદ શેખ |
અબૂલ હસન અલ મસૂદી → |
(ઈ.સ. ૧૪૨૦, ૧૨૮૩) ખગોળશાસ્ત્રી
પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી મોહીયુદ્દીન અલ મગરિબી સ્પેનમાં જન્મ્યા હતા. સ્પેનથી સીરીયા પહોચી દમાસ્કસમાં પ્રારંભમાં કામ કર્યું. એમનો મોટા ભાગનો સમય યુદ્ધો દરમિયાન વીત્યું મોંગોલોએ ઈ.સ. ૧૨૫૮માં બગદાદ પર હુમલો કરી પોતાના તાબામાં લઈ લીધુ હતું. હુલાકુખાન વિજ્ઞાનનો કદરદાન હતો. તેણે નસીરૂદીન અલ તુસીને પોતાના સાથે મરગા શહેર - કે જે એનું પાટનગર હતું. ત્યાં લઈ ગયો. એ જ વખતે હુલાકુખાને મોહીયુદ્દીન અલ મગરિબીને પણ મરગા આવવા આમંત્રણ આપ્યું હતું. આ રીતે પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી નસીરૂદીન અલ તૂસી સાથે કામ કરવાની તક અલ મગરિબીને મળી. અહીં બન્નેએ મરગાની વેધશાળાના નિર્માણમાં સક્રીય ભાગ ભજવ્યો. ઈ.સ. ૧૨૫૯માં નિર્માણ કાર્ય શરૂ થયું અને ૧૨૬રમાં વૈજ્ઞાનિક કાર્યોની શરૂઆત આ વેધશાળામાં થઈ. મોહીયુદીને આ વેધશાળામાં ખગોળીય અવલોકનો નોધ્યા હતા. મોહીયુદ્દીને સૂર્યના ત્રણ અવલોકનો અને સૂર્યની (solar econtricity તથા apogee) શોધવા માટે કેટલી ગાણિતીક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો.
મોહીયુદ્દીન સૌથી વધુ પ્રખ્યાત થયા ત્રિકોણમિતિ વિશે લખેલ બે ગ્રંથોથી. એમણે 'મેનેલોના સિદ્ધાંતો' તથા Sines ની ગણતરી વિશે પ્રબંધ લખ્યા. આ ઉપરાંત એમણે કેટલાક પ્રશિષ્ટ ગ્રીક ગ્રંથોનો ભાષ્યો પણ લખ્યા, જેમાં યુકલિડના ‘તત્વો' એપોલોનીયસના Conics, થીયોડોસીસના spherics અને મેનેલોના Spherics નો સમાવેશ થયા છે.