મને લાગી કટારી પ્રેમની
મને લાગી કટારી પ્રેમની મીરાંબાઈ |
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે; મને લાગી કટારી પ્રેમની.
જળ જમુનાનાં ભરવા ગયા'તાં; હતી ગાગર માથે હેમની રે; મને
કાચે તે તાંતણે હરિજીએ બાંધી; જેમ ખેંચે તેમ તેમની રે; મને
મીરાં કહે પ્રભુ ગિરધર નાગર; શામળી સૂરત શુભ એમની રે. મને
અન્ય સંસ્કરાણ
ફેરફાર કરોપ્રેમની, પ્રેમની, પ્રેમની રે;
- મુને લાગી કટારી પ્રેમની.
જળ જમુનાનાં ભરવા ગયા'તાં;
હતી ગાગર માથે હેમની રે;
- મુને લાગી કટારી પ્રેમની.
કાચે તે તાંતણે હરિજીએ બાંધી;
જેમ ખેંચે તેમ તેમની રે;
- મુને લાગી કટારી પ્રેમની.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
શામળી સૂરત શુભ એમની રે;
- મુને લાગી કટારી પ્રેમની.