મરમાળી મૂરતિ માવની પ્યારી

મરમાળી મૂરતિ માવની પ્યારી
પ્રેમાનંદ સ્વામી


પદ ૩૩૧ મું

મરમાળી મૂરતિ માવની, પ્યારી પ્યારી લાગે પ્યારી રે... ટેક.
માથે મોળિયું જરકસી, પે'ર્યા જરકસી જામા ભારી રે;
આવે માણિગર મહાલતો, કરી માણકીની અસવારી રે... મરમાળી.. ૧
ડોલરિયા સરખો દીસતો, શ્યામળિયો સુખકારી રે;
જોઈને જીવન પ્રાણને, મોહી વ્રજતણી સૌ નારી રે... મરમાળી.. ૨
બાંહે બાજૂબંધ બેરખા, હૈયે હિંડળે હાર હજારી રે;
મીઠડા બોલા માવની, શોભા ત્રિભુવનથી ન્યારી રે... મરમાળી.. ૩
હેતે સામું જોઈને, ચોરે ચિતડાને ગિરિધારી રે;
પ્રેમાનંદ કહે જાઉં એની, બાનકની બલિહારી રે... મરમાળી.. ૪


અન્ય સંસ્કરણ ફેરફાર કરો

મરમાળી મૂરતિ માવની,
પ્યારી પ્યારી લાગે પ્યારી રે... ટેક.
માથે મોળિયું જરકસી,
પે'ર્યા જરકસી જામા ભારી રે;
આવે માણિગર મહાલતો,
કરી માણકીની અસવારી રે... મરમાળી..
ડોલરિયા સરખો દીસતો,
શ્યામળિયો સુખકારી રે;
જોઈને જીવન પ્રાણને,
મોહી વ્રજતણી સૌ નારી રે... મરમાળી..
બાંહે બાજૂબંધ બેરખા,
હૈયે હિંડળે હાર હજારી રે;
મીઠડા બોલા માવની,
શોભા ત્રિભુવનથી ન્યારી રે... મરમાળી..
હેતે સામું જોઈને,
ચોરે ચિતડાને ગિરિધારી રે;
પ્રેમાનંદ કહે જાઉં એની,
બાનકની બલિહારી રે... મરમાળી..
- ૦ -