માં અંબા તે રમવા નીસર્યા
માં અંબા તે રમવા નીસર્યા અજ્ઞાત |
ગગનમંડળની ગાગરડી
માં અંબા તે રમવા નીસર્યા
માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા,
મા શો લીધો શણગાર રે … દેવી.
મા પાવાની પટરાણી રે … દેવી.
મા દાતે લેવરાવ્યું દાણ રે … દેવી.
મા લીલાવટ દીવડી શોભતી .. દેવી.
મા દામણી રત્નજડાવ રે .. દેવી.
મા કાને કનક ફૂલ શોભતા .. દેવી.
મા ઝાંઝારનો ઝણકાર રે .. દેવી.
મા કોટે તે પાટિયાં હેમના .. દેવી.
મા કંડીઓ રત્નજડાવ રે .. દેવી.
મા બાંયે બાજુબંધ બેરખાં .. દેવી.
માને દશે આંગળીએ વેઢ રે .. દેવી.
મા લીલા તે ગજનું કાપડું .. દેવી.
મા છાયલ રાતી કોર રે .. દેવી.
મા ફૂલઝરનો ઘાઘરો .. દેવી.
મા ઓઢણી કસુંબલ ઘાટ રે .. દેવી.
મા પગે તે કડલાં શોભતા .. દેવી.
મા કાંબીઓ રત્નજડાવ રે .. દેવી.
મા ગાય અને જે સાંભળે .. દેવી.
તેની અંબા પૂરે આશ રે .. દેવી.
ભટ્ટ વલ્લભ મા તાહરો .. દેવી.
મા જન્મોજનમનો દાસ રે .. દેવી.