માણસાઈના દીવા/ત્રીજી આવૃત્તિ વેળા
← અર્પણ | માણસાઈના દીવા ત્રીજી આવૃત્તિ વેળા ઝવેરચંદ મેઘાણી |
જનતા જનેતા બની → |
ત્રીજી આવૃત્તિ વેળા
મહારાજશ્રીએ સૂચવ્યા પ્રમાણે બે-ત્રણ ઝીણા વિગતદોષ આ આવૃત્તિમાં સુધાર્યા છે.
'માણસાઈના દીવા'ને ૧૯૪૬નું 'મહીડા પારિતોષિક' આપવાના સમારંભમાં મારા પિતાશ્રીએ આપેલા ઉત્તરનો પાછલો ભાગ અહીં આપ્યો છે. એ પ્રવચનની નોંધ મારા પિતાશ્રીએ પોતે જ સ્મૃતિમાંથી ઉતારીને તૈયાર કરેલી હોવાથી એમાં આ પુસ્તક સંબંધે લેખકનું જે થોડું આત્મકથન છે તે, તેમની ગેરહાજરીમાં, નવી આવૃત્તિના નિવેદનની ગરજ સારશે તેવી આશા છે.
૨૬-૬-'૪૭
મહેન્દ્ર મેઘાણી