માણસાઈના દીવા/દધીચના દીકરા/૨.નૌજવાનનું પાણી ઉતાર્યું

← ૧.નાવિક રગનાથજી માણસાઈના દીવા
૨.નૌજવાનનું પાણી
ઝવેરચંદ મેઘાણી
૩.નાક કપાય →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




નવજવાનનું પાણી ઉતાર્યું

એ પાર પહોંચ્યા, અને પંડિત જવાહરલાલજીની મોટર આવી મહીકાંઠે ઊભી રહી. રાતના બાર વાગ્યા હશે. બાપુને મળવા અધીરું એ મત્ત યૌવન, મહીના કાદવનો ખ્યાલ અપાયા પછી પણ બોલી ઊઠ્યું : 'હમ તો નવજવાન હૈ !' એ નવજવાનને તો પાર જઈ બાપુને મળી કરી આ કાંઠે આવવું હતું. મોટરને ત્યાં સુધી થોભવા કહીને ઊપડ્યા. પણ પાર ગયા પછી એણે કહેવરાવી દીધું : "મોટરને પાછી લઈ જજો. નહીં આવી શકાય." મદાંધ મહીએ આ નવજવાનનું પાણી ઉતાર્યું.

મારે રગનાથજી ડોસાને જોવા હતા. ડોસા અમારે ઉતારે આવી ગયા, પણ ભેટો થયો નહીં. એમના પુત્ર બહાદુરસંગને દીઠા. મેં પૂછ્યું : "દહેવાણના ઠાકોર સ્વ. નારસંગજીએ એમને ઉપદ્રવ કર્યો હતો ? સરકારે આ રગનાથજીને કંઈ સતાવ્યા હતા ?" જાણ મળી કે, ના, કંઈ નહોતું કર્યું.