માધવ રે મારે ઘેર આવો
માધવ રે મારે ઘેર આવો પ્રેમાનંદ સ્વામી |
પદ ૬૪૨મું
માધવ રે મારે ઘેર આવો, મારે ઘેર આવો, હસીને બોલાવો... ટેક
શોભિતા શણગાર સજીને, બાંધી જરકસી પાઘ;
કેસર કેરી આડ કરીને, જીવન જોયા લાગ... માધવ રે ૧
મંદિરીએ આવો મોહનજી, જોયાની છે ખાંત;
મળવાનું પણ છે મારા મનમાં, કહેવી વાત એકાંત... માધવ રે ૨
અલબેલા આંખલડીમાં રાખું, નાંખું વારીને પ્રાણ;
પ્રેમાનંદ કહે પલક ન મેલું, રસિયા ચતુર સુજાણ... માધવ રે ૩
અન્ય સંસ્કરણ
ફેરફાર કરોમાધવ રે મારે ઘેર આવો, મારે ઘેર આવો, હસીને બોલાવો... ટેક