માબાપોને
ગિજુભાઈ બધેકા
૧૯૩૪





માબાપોને





ગિજુભાઈ




પ્રાપ્તિસ્થાન
ગૂર્જર સાહિત્ય ભવન
રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380 001
ફોન : 079 - 22144663, 22149660
e-mail: goorjar@yahoo.com
ગૂર્જર સાહિત્ય પ્રકાશન
102, લૅન્ડમાર્ક બીલ્ડીંગ, ટાઈટેનિયમ સિટીસૅન્ટર પાસે, સીમા હૉલની સામે,
100 ફૂટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ-15 ફોન : 26934340,
મો. 9825268759 ઈમેલ: gurjarprakashan@gmail.com




કિંમત : રૂ. 110
પુનર્મુદ્રણ : 2020
 
પ્રથમ આવૃત્તિ : 1934, બીજી આવૃત્તિ : 2001
 
બીજી આવૃત્તિ : 2013
 


MABAPONE
by Gijubhai Badheka
Pubished by Sanskar Sahitya Mandir
Ahmedabad 380 007

પ્રકાશકના
પૃષ્ઠ : 8+136
 
ISBN : 978-93-88308-18-2
નકલ : 500
 

પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
403, ઓમદર્શન એપાર્ટમેન્ટ, 7 મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી પેટ્રોલ પમ્પની
નજીક, પાલડી, અમદાવાદ-380007 ફોન : 079-21150903

ટાઈપસેટિંગ : શારદા મુદ્રણાલય
201, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-6 ફોન : 26564279

મુદ્રક : ભગવતી ઑફસેટ
સી/16, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ – 380 004. મો. 9825326202



નિવેદન

ગુજરાત ઉપર સ્વ. ગિજુભાઈ બધેકાનું અમીટ ઋણ છે. વીસમી સદીની ત્રીશીના દાયકા અગાઉના અને એ પછીના શિક્ષણમાં/અધ્યાપનમાં ક્રાંતિકારી પરિવર્તન છે. અને એને માટે વધારેમાં વધારે યશ ગિજુભાઈને ઘટે છે. અગાઉના ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ’ના હિંસક શિક્ષણ સિદ્ધાંતને સ્થાને બાળકને પ્રેમ, સ્નેહ, સમજાવટ, સહાનુભૂતિ, હળવાશ, રસમયતા અને સંવેદનશીલતા સાથે ભણાવવાના આગ્રહો કેળવાયા તેને માટેનો પાયાનો પરિશ્રમ ગિજુભાઈએ કર્યો હતો. એમણે ખૂબ વાંચ્યું, વિચાર્યું, અમલમાં મૂકી જોયું, અને ભણતરની ઉત્તમ તરાહો તારવી આપી. એમણે પોતાના જેવા અન્ય અનેકને તૈયાર કર્યા, કેળવ્યા, હૂંફ આપી અને પોતાના પ્રયોગો સીમિત ન રહેતાં દૂર દૂર સુધી વિસ્તરે એને માટેના પ્રયત્નો કર્યા.

પોતાના આ યુગપરિવર્તનકારી કાર્યને મિષે એમણે ઘણું લખવાનું પણ બન્યું. અને એમણે એ લખ્યું તે સારું જ થયું; કારણ કે એથી એમનાથી સ્થળ-કાળની રીતે દૂર એવાં અનેકોને પણ એમના વિચારોનો લાભ મળ્યો છે તથા મળતો રહેશે એમનાં પુસ્તકોમાં શિક્ષણચિંતન અને જીવનચિંતન નિરૂપિત છે. એ સાહિત્ય વધારે ને વધારે વાચકો સુધી પહોંચે એ માટે અમે એના પુનર્મુદ્રણનો આ પ્રયાસ કર્યો છે.

ગિજુભાઈએ જેવા શિક્ષકની અને શિક્ષણની અને શાળાની અને સાહિત્યની ભાવના સેવી હતી એવું સર્વત્ર બનેલું હજુ જોઈ શકાતું નથી. ઘણી ઘણી ઊણપો છે. આ માટે શિક્ષકની નિષ્ઠાને જ નહિ, કદાચ

વાતાવરણ, સાધનો, સંચાલન અને સત્તાની ઊણપો જવાબદાર હશે. પરંતુ આપણે પ્રયત્ન જારી રાખવા રહ્યા. આદર્શ શિક્ષણ અને એમાંથી સર્જાતો આદર્શ માનવી – એ લક્ષ્ય સાધવામાં ગિજુભાઈનાં પુસ્તકો શ્રેષ્ઠ ફાળો આપી શકે એમ છે. આવાં ઉત્તમ પુસ્તકો પ્રગટ કરતાં અને સામાજિક ઋણની અદાયગીનો સંતોષ અનુભવીએ છીએ.

– પ્રકાશક
 
બે બોલ
(પહેલી આવૃત્તિ વખતે)

આ પુસ્તકને આદરપૂર્વક ગુજરાત પાસે ધરું છું ને આવું પુસ્તક અમારે ત્યાંથી છપાય એ માટે હું મગરૂબ હું ત્રણ બાળકોના પિતા તરીકે આ પુસ્તકને આપણાં ઘરોના એક મોંઘા મહેમાન તરીકે હું વધાવું છું.

આ પુસ્તક સાવ સાદું છે. એના વિષયો કોઈ અવનવી ફિલસૂફીના વિષયો નથી. જીવનમાં લગભગ દરરોજ આપણી પાસે જ આળોટતા પ્રશ્નો એ આ પુસ્તકના પ્રશ્નો છે અને એમાં જ આખાયે પુસ્તકની ખૂબી છે.

પરણવું એ એક વાત છે અને પરણી જાણવું અર્થાત્ લગ્નજીવનને સુવાસિત બનાવવું એ બીજી વાત છે. માબાપ થઈ બેસવું એ એક વાત છે અને માબાપ તરીકે પોતાની ફરજો અદા કરી જાણવી એ બીજી વાત છે. જેઓ માબાપ થયાં હોય, તેમ જ જેઓ હજી એ પદનાં ઉમેદવારો હોય તેમને બંનેને આ પુસ્તક બહુ જ ઉપયોગી નીવડશે.

પ્રજા આખી ઘોડિયામાં જ ઘડાય છે એ વાત સાચી છે તો એ ઘોડિયાની દોરી ખેંચવા માટે પણ અધિકાર મેળવવી પડશે. બચ્ચાં તો પંખી જાનવરોને પણ થાય છે, પણ માનવબચ્યું એ વિશિષ્ટ પ્રાણી છે, અને એના પર સાચી માનવતાના આંક મૂકવા એ માબાપોની એક પવિત્ર ફરજ છે.

૧૫-૮-૧૯૩૪
નાનાભાઈ
 



ખોળામાં

આ નાનકડી ચોપડી આપને ખોળે મૂકતાં મને ઘણો આનંદ થાય છે. આ ચોપડીના લેખો જુદે જુદે વખતે આપને જ ઉદ્દેશીને લખેલા છે. એ લેખોમાં મેં આપની પાસે બાળકોની વકીલાત કરી છે. બાળકોનાં દુઃખો સંબંધે ફરિયાદ કરી છે. બાળકોનાં સુખો માટે માગણી કરી છે. બાળકોને સમજવાને માટે યાચના કરી છે. હું આશા રાખું છું કે આપ તે ધ્યાનમાં લેશો.

બાળકોનો પક્ષ ખેંચતાં કોઈ વાર આપને શિખામણ દેવાઈ ગઈ હોય, વધારે પડતું કહેવાઈ ગયું હોય તો માઠું ન લગાડતાં. છેલ્લાં અઢાર વર્ષોમાં બાળકોની જે કંગાલ હાલત અને તેમના પ્રત્યેનું જે બેહૂદું વર્તન જોયું છે તેનું દુઃખ હું મારા હૃદયમાં છુપાવી શક્યો નથી, એટલે કોઈ કોઈ વાર આકરા શબ્દો લખાઈ ગયા છે, તો તે બદલ માફી માગું છું.

બાળકો સંબંધ મારે એટલું બધું કહેવાનું છે કે કેટલાંયે પુસ્તકોમાં હું તે કહી ન શકું. આ તો મેં તેની શરૂઆત માત્ર કરી છે. બાળકો અને આપણા ભાગ્યે હું થોડા જ વખતમાં મારા બીજા અનુભવો આપની સેવામાં રજૂ કરીશ.

‘બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો’ એ લેખ અંગ્રેજી ઉપરથી છે. તે ઉપાયો સમજણપૂર્વક અજમાવી જોવા જેવા છે.

અત્યારે તો આટલેથી જ બસ.

૨૭-૬-’૩૪
ગિજુભાઈ
 

શિક્ષણસંસ્થાઓ એ મા સરસ્વતીનાં મહાલયો છે. ‘કલાપી એજ્યુકેશન ગ્રૂપ’ની 1994થી ચાલતી ધોરણ પાંચથી બારના કોચિંગ ક્લાસની પ્રવૃત્તિનાં આટલાં વર્ષોના અનુભવો દરમિયાન શિક્ષણ-સિંચન નિમિત્તે ગુજરાતી તેમ જ અંગ્રેજી એમ બંને માધ્યમોના લગભગ વીસેક હજાર વિદ્યાર્થીઓના સંપર્કમાં આવવાનું બન્યું હતું. એક વિચાર મનમાં સતત વલોવાયા કરતો હતો કે એવું શું થઈ શકે કે જેથી અત્યારના સમયની જરૂરિયાત પ્રમાણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાની ઇચ્છા રાખનાર આપણો વિદ્યાર્થી આપણી સંસ્કૃતિનાં મૂળિયાં પણ જાળવી રાખી શકે ?

આ મનોમંથનના પરિપાકરૂપે “કાંગારું કિડ્ઝ : ધ હોમ ઓફ મોના’ઝ મોન્ટેસરી પ્લે સ્કૂલ”ની યોજના થઈ, જે નિમિત્તે બેંગલોરની “કીડો એન્ટરપ્રાઈઝ” (જે ઘણા લાંબા સમયથી મોન્ટેસરી પદ્ધતિ માટેનાં સહાયક ઉપકરણોના ઉત્પાદનક્ષેત્રે કાર્યરત છે)ના શ્રી મણિકન્દનજી સાથે જોડાવાનું બન્યું. મૂળિયાં સાચવવાની મથામણ સાથે તેઓ પણ સંમત હતા. મોન્ટેસરી પદ્ધતિનું ‘બાઈબલ’ ગણાતું ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ જ્યારથી વાંચેલું ત્યારથી અમે એ વિદ્યાપુરૂષની વિચારસરણીથી અભિભૂત તો હતાં જ… એક કુમળા વિદ્યાર્થીને તેની તમામ કુદરતી ક્ષમતાઓ ઓળખી-ખીલવીને, સમાજના અંગભૂત એવા એક ગૌરવશાળી પરિપક્વ વ્યક્તિત્વ તરીકેના તેના સર્વાંગી ઘડતરમાં મદદરૂપ થઈ શકાય તે માટે શિક્ષકો ઉપરાંત વાલીઓનો સહકાર પણ એટલો જ જરૂરી હોવાનું સમજાયું, ને અંતે અમે નક્કી કર્યું કે પ્લે-સ્કૂલમાં પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓના હાથમાં ગિજુભાઈની ‘મા-બાપો’ને મૂકવી. તપાસ કરતાં જાણવા મળ્યું કે પુસ્તક તો અપ્રાપ્ય છે !

“મનુષ્ય-યત્ન અને ઈશ્વરકૃપા”ની જેમ આ વિચારને મૂર્ત કરવા માટેની વિનંતીનો ઉષ્માભર્યો પ્રતિસાદ આપતાં, કશી લાંબી-પહોળી ઔપચારિકતા વિના, બહુ ટૂંકા સમયગાળામાં પુસ્તક છાપી આપવાની ‘ધરપત’ આપવા બદલ શ્રી મનુભાઈ શાહનાં અમે હૃદયપૂર્વક, અત્યંત આભારી છીએ. મા સરસ્વતીના મહાલયમાં એક નાનકડી ઈંટ પણ મૂકી શકાય તો અમને અત્યંત આનંદ થશે.

મોના એમ. રાવલ,
મનીષ જે. રાવલ
અમદાવાદ
 

મા બાપો ને
 
 
ગિજુભાઈ
 










Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.