મારાં પુણ્ય ઉદય થયાં પાછલાં રે

મારાં પુણ્ય ઉદય થયાં પાછલાં રે
પ્રેમાનંદ સ્વામી


.

પદ ૨૨૦૮ મું

મારાં પુણ્ય ઉદય થયાં પાછલાં રે, મુને પ્રગટ મળ્યા ભગવાન રે,
સુંદરવર મારા શ્રીહરિ રે... ટેક

જેનાં દર્શન દુર્લભ દેવને રે, મોટા મુનિવર ધરે નિત્ય ધ્યાન રે... સુંદર.. ૧

જેના શિવબ્રહ્મા પૂજે પાવલા રે, શેષ શારદ નિગમ ગુણ ગાય રે,
એવા અખિલ ભુવનના અધિપતિ રે, પુરુષોત્તમ પર બ્રહ્મરાય રે... સુંદર.. ૨

માયા કાળ કરમના પ્રેરખ પોતે રે, ક્ષર-અક્ષરના આતમારામ રે,
કૃપા કરીને ભૂતળે તે પધારિયા રે, રવા પતિતોને પૂરણકામ રે... સુંદર.. ૩

આવ્યા પ્રગટ પ્રતાપ દેખાડવા રે, ઉતારવા ભૂમિનો એવો ભાર રે,
રૂડા ધર્મ ધરા પર સ્થાપવા રે, દેવા પ્રેમાનંદને સુખ અપાર રે... સુંદર.. ૪

અન્ય સંસ્કરણ ફેરફાર કરો


મારાં પુણ્ય ઉદય થયાં પાછલાં રે,
મુને પ્રગટ મળ્યા ભગવાન રે,
સુંદરવર મારા શ્રીહરિ રે... ટેક

જેનાં દર્શન દુર્લભ દેવને રે,
મોટા મુનિવર ધરે નિત્ય ધ્યાન રે... સુંદર.. ૧

જેના શિવબ્રહ્મા પૂજે પાવલા રે,
શેષ શારદ નિગમ ગુણ ગાય રે,
એવા અખિલ ભુવનના અધિપતિ રે,
પુરુષોત્તમ પર બ્રહ્મરાય રે... સુંદર.. ૨

માયા કાળ કરમના પ્રેરખ પોતે રે,
ક્ષર-અક્ષરના આતમારામ રે,
કૃપા કરીને ભૂતળે તે પધારિયા રે,
રવા પતિતોને પૂરણકામ રે... સુંદર.. ૩

આવ્યા પ્રગટ પ્રતાપ દેખાડવા રે,
ઉતારવા ભૂમિનો એવો ભાર રે,
રૂડા ધર્મ ધરા પર સ્થાપવા રે,
દેવા પ્રેમાનંદને સુખ અપાર રે... સુંદર.. ૪