મારા નાથનાં નૈણાં ઉપરે હું તો ઘડીએ

મારા નાથનાં નૈણાં ઉપરે હું તો ઘડીએ
દાસી જીવણ



મારા નાથનાં નૈણાં ઉપરે હું તો ઘડીએ

મારા નાથના નેણાં ઉપરે હું તો ઘડીએ ઘોળી જાઉં રે..
       .મારા નાથનાં...(ટેક)
શીદ કરું એકાદશી, હું તો શીદ ત્રીજે ટંક ખાઉં, નાથજીનાં નેણાં નિરખી ભાવતાં ભોજન પાઉ રે
        મારા નાથનાં નેણા...(૧)

આંગણે ગંગા ગોમતી મારે, હું તો શીદ રેવાજી જાઉં,
અડસઠ તીરથ આંગણે મારે,નિત ત્રિરવેણીમાં નાઉ.
        મારા નાથનાં નેણા...(૨)