મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : જેલમાં કામ

← અનુભવ ત્રીજો : મિત્રોનો મિલાપ મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો : જેલમાં કામ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : પ્રિટોરિયામાં →


જેલમાં કામ.

જેને બહાર લઈ જતા તેનું કામ સહજ અઘરૂ હતું. માજીસ્ટ્રેટની કચેરી આગળનો રસ્તો બાંધવાનો હતો તેને સારૂ પથરા ખોદવા પડતા, ટાછ ખોદવી પડતી, અને તેને સારવાં પડતાં. તે થઈ રહ્યા બાદ નિશાળના ચોગાનમાંથી ઘાસ ખોદવાનું હતું. પણ ઘણે ભાગે સૌ મજેથી કામ કરતા હતા.

આમ ત્રણેક દિવસ સુધી હું પણ સ્પેન (ટુકડીઓ) સાથે ગયેલો. દરમિયાન તાર આવ્યો કે મને બહાર કામ કરવા ન કહાડવો. હું નિરાશ થયો, કેમકે મને બહાર જવું પસંદ હતું. તેમાં મારી તબીયત સુધરતી હતી અને શરીર કસાતું હતું. સાધારણ રીતે હું બે વખત હમ્મેશાં જમું છું. તેને બદલે વોકસર્સ્ટ જેલમાં ઉપલી કસરતને લીધે શરીર ત્રણ વખત ખાવાનું માંગતું હતું. હવે તો મને ઝાડૂ કાઢવાનું કામ મળ્યું. તેમાં દહાડા ન વળે એમ લાગ્યું. આટલું કામ પણ જવાનો વખત આવ્યો.