મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલમાં કોણ જઇ શકે?

← અનુભવ બીજો : જેલમાં વર્ણભેદ મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : જેલમાં કોણ જઇ શકે?
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : જેલમાં વાંચન →


જેલમાં કોણ જઇ શકે?

ઉપરની હકીકતો ઉપરથી આપણે જોયું કે વ્યસની, નાત જાતના ખોટા ભેદ રાખનાર, તકરારી, હિન્દુ મુસલમાન વચ્ચે તફાવત રાખનાર, ને રોગી, આવા માણસ જેલમાં જઇ, અથવા લાંબી મુદત રહી ન શકે. તેથી આપણે જોઇ શકીએ છીએ કે દેશહિતને ખાતર માન સમજી જેલમાં જનારા શરીરમાં મનમાં તથા આત્મામાં તંદુરસ્ત હોવા જોઇએ. રોગી માણસ છેવટે થાકે. હિન્દુ મુસલમાન, હું ઊંચ, બીજો નીચ એમ જાણનાર, વ્યસનને વશ, ચાહ, બીડી કે બીજી વસ્તુની પાછળ ઘેલો થનાર છેવટ સુધી ન લડે.