મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : સહેલું કામ

← અનુભવ બીજો : બીજો દિવસ મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : સહેલું કામ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : દાનત ખરી હોવી જોઇએ →


સહેલું કામ.

અમને ભલામણ હતી કે અમારે બને તેટલું કામ સાચી મહેનતથી કરવું. જે કામ સોંપ્યું હતું તે પણ હળવું હતું. મ્યુનિસિપાલીટિની જમીનમાં પણ સરીયામ રસ્તા પાસે ખાડા ખોદવાના તથા પુરવાના હતા. આમાં થાક મળી શકતો હતો. અને અનુભવ થયો કે જો માત્ર ખુદાજ સાક્ષી રહે તો આપણે કામની ચોરી કરનારા છીએ. કેમકે માણસોનાં કામમાં ઢીલ જોવામાં આવતી હતી.