બે બોલ

દક્ષીણ આફ્રિકામાં ફીનીક્સ ખાતે બહાર પડેલ "મારો જેલનો અનુભવ" આ ફરીથી બહાર પડે છે. એને માટે કારણ આપવાની શી જરૂર છે ? ઊલટું આશ્ચર્ય છે કે આજ સુધી ગુજરાતી જગત એનાથી વંચિત રહી શક્યું !

માત્ર નજરચુક તથા છાપચૂકનાજ દોષો સુધાર્યા છે. બાકી ગાંધીજીનું અમ્રત અણડહોળાયલું - જેમનું તેમ - અહીં રજુ કર્યું છે.

'જેલના અનુભવ' સાથે પાછળથી 'સત્યાગ્રહની છેલ્લી લડનો અનુભવ' જોડ્યો છે. મને વિશ્વાસ છે કે ' જેલનો અનુબવ' ચાખનારને તેમાં વળી ઓરજ સ્વાદ મળશે.

આ પુસ્તક પ્રગટ કરવામાં સત્યાગ્રહશ્રમ વાળા રા. છગનલાલ ખુશાલચંદ ગાંઘીએ ખૂબ મદદ કરી છે. આ સ્થળે તેમનો ઉપકાર ન માનું તો જરૂર ન ગુણો ગણાઉં. તેમજ આ પુસ્તકને ઉતાવળે - માત્ર દશ દિવસમાં - છાપી આપી; લોકમાન્ય પુણ્યતિથિ પર પ્રગટ કરવામાં સહાય કરવા માટે ભાઈશ્રી મગનલાલનો પણ મારે આ સ્થળે ઉપકાર માનવો ઘટે છે.

આશા છે કે જેના પ્રાગટ્યથી ગાંડીવ સાહિત્ય મંદિરની માંગલિક સ્થાપના થયેલી હું માનું છું, તેવા આ પુસ્તકને પ્રજા સહર્ષ વધાવી લેશે.

ઈશ્વરલાલ વીમાવાળા