←  રંગભૂમિ વ્યવસ્થા મિથ્યાભિમાન
सूत्रधार कृत्य
દલપતરામ
પૂર્વરંગ →


सूत्रधार कृत्य

મંડળીનો ઉપરી, વૃદ્ધ અને જેનો ભારબોજ પડે એવો સૂત્રધાર જોઇએ. તેને વિચિત્ર વેષ ધરવાની જરૂર નથી, સાદો વેષ જોઈએ, પ્રથમ તેણે રંગભૂમિમાં જઇને મંગળાચરણ કરવું તથા નાટકનો સાર સૂચનારૂપે કહી સંભળાવવો. પછી નાટકના અંત સુધી રંગભૂમિમાં રહેવું, ને સભા તરફ તથા પાત્રો તરફ સંભાળ રાખવી. પાત્રોને ઝટ દાખલ કરવાં, ગાનારને વખતે ગાવાની સૂચના કરવી, તથા જોનારાઓમાં કોઇ કાંઇ ગરબડ કરતું હોય, તો તેનો બંદોબસ્ત કરવાનું સૂત્રધારનું કામ છે. પાત્રને કે ગાનારને ઇશારતથી સૂચના કરે, તે સભાસદોને ખબર પડવા દે નહિ. ખેલથી સભાસદોને કેવી અસર થાય છે, તે પોતાના ધ્યાનમાં રાખે. કોઇ વખાણે કે વખોડે, તે કાન ધરીને સાંભળી લે. છેલ્લી વારે નાટક સમાપ્તિ વિષે ભાષણ કરે, અને તેમાંથી જે જે શિખામણ લેવાની હોય તે સમજાવે.

આ નાટકમાં જેટલા શબ્દો છે તે શ્રાવ્યકાવ્ય છે અને ગદ્ય છે તે દ્રશ્યકાવ્ય છે, એમ જાણવું.


નોંધ ફેરફાર કરો


મિથ્યાભિમાન