મોટા માંડવડા રોપાવો
મોટા માંડવડા રોપાવો અજ્ઞાત |
મોટા માંડવડા રોપાવો
મોટા માંડવડા રોપાવો
ઝીણી છાજલીએ છવરાવો માણારાજ
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ
વીરના દાદાને તેડાવો
વીરની માતાને તેડાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હોંશો મોભી પરણાવો માણારાજ
મોટા માંડવડા રોપાવો
ઝીણી છાજલીએ છવરાવો માણારાજ
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ
વીરના વીરાને તેડાવો
વીરની ભાભીને તેડાવો માણારાજ
હોંશે બાંધવ પરણાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હરખે માંડવડો વધાવો માણારાજ
વીરના મામાને તેડાવો
વીરની મામીને તેડાવો માણારાજ
હોંશે ભાણેજ પરણાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હરખે માંડવડો વધાવો માણારાજ
મંડપ મહૂરત