મોટી સાધુ વંદના
ઋષિ જયમલજી


श्री गौतमाय नमः

શ્રી મોટી સાધુ વંદના

(દેશી : પ્રહ ઊઠી વંદું, ઋષભદેવ ગુણવંત)

નમું અનંત ચોવીશી, ઋષભાદિક મહાવીર ।
જેણે આર્ય ક્ષેત્રમાં, ઘાલી ધર્મની શીર

મહાઅનુલ્ય બળિ નર, શૂર વીર ને ધીર
તીરથ પ્રવર્તાવી, પહોંચ્યા ભવજળ તીર

સીમંધર પ્રમુખ, નઘન્ય તીર્થંકર વીશ
છે અઢી દ્વીપમાં, જયવંતા જગદીશ

એકસો ને સીત્તેર, ઉત્કૃષ્ટ પદે જગીશ
ધન્ય મ્હોટા પ્રભુજી, તેહને નમાવું શીશ

કેવળી દોય ક્રોડી, ઉત્કૃષ્ટા નવ ક્રોડ
મુનિ દોય સહસ્ત્ર ક્રોડી, ઉત્કૃષ્ટા નવ સહસ્ત્ર ક્રોડ

વિચરે વિદેહ, મ્હોટા તપસ્વી ઘોર
ભાવે કરી વંદુ, ટાળે ભવની ખોડ

ચોવીશે જિનના, સઘળા એ ગણધાર
ચૌંદસેં ને બાવન, તે પ્રણમું સુખકાર

જિનશાસન નાયક, ધન્ય શ્રી વીર જિણંદ
ગૌતમાદિક ગણધર, વર્તાવ્યો આણંદ

શ્રી ઋષભદેવના, ભરતાદિક સો પુત
વૈરાગ્ય મન આણી, સંયમ લિયો અદ્ભુત


કેવળ ઉપરાજ્યું, કરી કરની સંયુત
જિનમત દીપાવી, સઘળા મોક્ષ પહુંચ ૧૦

શ્રી બહ્રતેશ્વરના, હુઆ પટોધર આઠ
આદિશ્યજશાધિક, પહોંચ્યા શિવપુર વાટ ૧૧

શ્રી જિન અંતરના, હુવા પાટ અસંખ્ય
મુનિ મુક્તે પહોંચ્યા, ટાળી કર્મનો વંક ૧૨

ધન્ય કપિલ મુનિવર, નમિ નમું અણગાર
જેણે તત્ક્ષણ ત્યાગ્યો, સહસ્ત્ર રમણી પરિવાર ૧૩

મુનિવર હરિકેષી, ચિત્ત મુનિશ્વર સાર
શુદ્ધ સંયમ પાળી, પામ્યા ભવનો પાર ૧૪

વલી ઇક્ષુકાર રાજાઅ, ઘેર કમળાવતી અનર
બૃગુને જશા, તેહના દોય કુમાર ૧૫

છયે છતી ઋદ્ધિ છાંડી. લીધો સંયમ ભાર
ઇણ અલ્પ કાળમાં, પામ્યા મોક્ષ દ્વાર ૧૬

વળી સંયતિ રાજા, હરાણ આહિડે જાય
મુનિવર ગર્દભાણી આન્યો મારગ ઠાય ૧૭

ચારિત્ર લઈને ભેટ્યા ગુરુના પાય
ક્ષત્રિરાજ ઋષીશ્વર, ચર્ચા કરી ચિત્ત લાય ૧૮

વળી દશે ચક્રવર્તી, રાજ્ય રમની ઋદ્ધિ છોડ
દશે મુક્તે પહોંચ્યા, કુલને શોભા ચોડ ૧૯

ઇણ અવસર્પિણીમાં , આઠ રામ ગયા મોક્ષ
બળ ભદ્ર મુનીવર, ગયા પંચમે દેવલોક ૨૦


દર્શાણભદ્ર રાજા, વીર વંદ્યા ધરી માન
પછી ઇંદ્ર હઠાયો, દિયો છકાય અભેદાન ૨૧

કરકંડુ પ્રમુખ, ચારે પ્રત્યેક બુદ્ધ
મુનિ મુક્તે પહોંચ્યા, જીત્યા કર્મ મહાયુદ્ધ ૨૨

ધન્ય મોટા મુનિવર, મૃગાપુત્ર જગીશ,
મુનિવર અનાથી, જીત્યા રાગ ને રીશ ૨૩

વળી સમુદ્રપાળ મુનિ, રાજેમતિ રહનેમ
કેશી ને ગૌતમ, પામ્યા શિવપુર ક્ષેમ ૨૪

ધન્ય વિજયઘોષ મુનિ, જયઘોષ વળી જાણ
શ્રી ગર્ગાચાર્ય, પહોંચ્યા છે નિરવાણ ૨૫

શ્રી ઉત્તરાધ્યયનમાં, જિનવરે કર્યા વખાણ
શુદ્ધ મનથી ધ્યાવો, મનમેં ધીરજ આણ ૨૬

વળી ખંધક સંન્યાસી, રાખ્યો ગૌતમ સ્નેહ,
મહાવીર સમીપે પંચ મહાવ્રત લેહ ૨૭

તપ કઠણ કરીને ઝોંસી આપની દેહ
ગયા અચ્યુતદેવલોકે, ચવી લેશે ભવ છેહ ૨૮

વલી ઋષભદત્ત મુનિ. શેઠ સુદર્શન સાર,
શિવરાજ ઋષીશ્વર, ધન્ય ગાંગેય અણગાર ૨૯

શુદ્ધ સંયમ પાળી, પામ્યા કેવલ સાર
એ ચારે મુનિવર, પહોંચ્યા મોક્ષ મોઝાર ૩૦

ભગવંતની માતા, ધન્ય સતી દેવાનંદા
વળી સતી જયંતી, છોડ દિયા ઘર ફંદા ૩૧

સતી મુક્તે પહોંચ્યા, વલી તે વીરના નંદા
મહાસતી સુદર્શના, ઘણી સતીઓની વૃંદ ૩૨


વળી કાર્તિક શેઠે, પડિમા વહી શૂરવીર
જમ્યો મહોરા ઉઅપ્ર, તાપસ બળતી ખીર ૩૩

પછી ચારિત્ર લીધું, મિત એક સહસ્ત્ર આઠ ધીર
મરી હુઆ શકેન્દ્ર, ચ્યવિ લેશે ભવ તીર ૩૪

વળી રાય ઉદાયન, દિયો ભાણેજને રાજ
પછી ચારિત્ર લઈને, સાર્યા આતમ કાજ ૩૫

ગંગદત્ત મુનિ આણંદ, તરણ તારણ જહાજ
મુનિ કોશલ રોહો, દિયો ઘણાને સાજ ૩૬

ધન્ય સુનક્ષત્ર મુનિવર, સર્વાનુભૂતિ અણગાર
આરાધિક હુઈની, ગયા દેવલોક મોઝાર ૩૭

ચ્યવિ મુક્તે જાશે, સિંહ મુનીશ્વર સાર,
બીજા પણ મુનિવર, ભગવતીમાં અધિકાર ૩૮

શ્રેણિકનો બેટો, મોટૉ મુનિવર મેઘ,
તજી આઠ અંતેઉરી, આણ્યો મન સંવેગ ૩૯

વીરપે વ્રત લઈને, બાઅંધી તપની તેગ,
ગયા વિજય વિમાને, ચવી લેશે શિવવેગ ૪૦

ધન્ય થાવર્ચ્યા પુત્ર, તજી બત્રીશે નાર
તેની સાથે નીકળ્યા, પુરુષએક હજાર ૪૧

શુકદેવ સંન્યાસી, એક સહસ્ત્ર શિષ્ય ધાર
પંચશયંશુ શેલક લીધો સંયમ ભાર ૪૨

સર્વ સહસ્ત્ર અઢાઈ, ઘણા જીવોને તાર
પુંડરગિરિ ઉપર કિયો પદોપગમન સંથાર ૪૩


આરાધિક હુઈને, કીધો ખેવો પાર,
હુવા મ્હોટા મુનિવર, નામ લિયા નિસ્તાર ૪૪

ધન્ય જિનપાળ મિનિવર, હોય ધનાવા સાધ
ગયા પ્રથમ દેવલોકે, મોક્ષ જાશે આરાધ ૪૫

મલ્લિનાથના છ મિત્ર, મહાબળ પ્રમુખ મુનિરાય
સર્વે મુક્તે સીધાવ્યા, મ્હોટી પદવી પાય ૪૬

વળી જિતશત્રુ રાજા, સુબુદ્ધિ નામે પ્રધાન
પોતે ચારિત્ર લઈને, પામ્યા મોક્ષ નિધાન ૪૭

ધન્ય તેતલી મુનિવર, દિયો છકાય અભેદાન
પોટિલા પ્રતિબોધ્યા,પામ્યા કેવળજ્ઞાન ૪૮

ધન્ય પાંચે પાંડવ, તજી દ્રૌપદી નાર
સ્થવિરની પાસે લીધોઇ સંયમ ભાર ૪૯

શ્રી નેમિ વંદનનો, એવો અભિગ્રહ કીધ
માસ માખમણ તપ, શત્રુંજય જઇ સિદ્ધ ૫૦

ધર્મધોષ તણા શિષ્ય, ધર્મરુચિ અણગાર
કિડીયોની કરૂણા, આણી દયા અપાર ૫૧

કડાવા તુંબાનો, કીધો સઘળો આહર,
સર્વાર્થસિદ્ધ પહોંચ્યા, ચ્યવિ લેશે ભવ પાર ૫૨

વળી પુંડળિક રાજ, કુંડરિક ડગીયો જાણ ૫૩
પોતે ચારિત્ર લઈને, ન ઘાલી ધર્મમાં હાણ

સર્વાર્થસિદ્ધ પહોંચ્યા, ચ્યવિ લેશે નિરવાણ
શ્રી જ્ઞાતાસૂત્રમાં, જિનવરે કર્યા વખાણ ૫૪

ગૌતમાદિક કુંવર, સગા અઢારે ભ્રાત
સર્વ અંધક વિષ્ણુ સુત, ધારિણી જ્યારી માત ૫૫


તજી આઠ અંતેઉરી, કાઢી દીક્ષાની વાત,
ચારિત્ર લઇને, કિધો મુક્તિનો સાથ ૫૬

શ્રી અનેક સેનાદિક, છયે સહોદર ભાય
વસુદેવના નંદન; દેવકી જ્યારે માય ૫૭

ભદ્દીલપુર નગરી; નાગ ગાહાવઈ જાણ
સુલસા ઘેર વધીયા, સાંભળી નેમિની વાણ ૫૮

તજી બત્રીસ અંતેઉરી, નીકળીયા છટકાય
નળ કુબેર સમાણા, ભેટ્યા શ્રી નેમિના પાય ૫૯

કરી છઠ્ઠ છઠ્ઠ પારાણા, મનમેં વૈરાગ્ય લાય
એક માસ સંથારે, મુક્તિ બિરજ્યા જાય ૬૦

વળી દારણ સારણ, સુમુખ દુમુખ મુનિરાય
વળી કુંવર અનાદ્રષ્ટિ, ગયા મુક્તિ ગઢમાંય ૬૧

વસુદેવના નંદન, ધન્ય ધન્ય ગજસુકુમાર
રૂપે અતિ સુંદર, કળાવંત વય બાળ ૬૨

શ્રી નેમિ સમીપે, છોડ્યો મોહ જંજાળ
ભિક્ષુની પડિમા, ગયા મસાણ મહાકાળ ૬૩

દેખી સોમિલ કોપ્યો, મસ્તકે બાંધી પાળ
ખેર તણા ખીરા, શિર ઠવિયા આસરાળ ૬૪

મુનિ નજર ન ખંડી, મેટી મનની જાળ
પરીસહ સહીને, મુક્તિગયા તત્કાળ ૬૫

ધન્ય જાલી મયાલી, ઉવયાલાદિક સાધ
સાંબને પ્રદ્યુમન, અનિરુદ્ધ સાધુ અગાધ ૬૬

વળી સચ્ચનેમિ દૃઢનેમિ, કરણી કીધી નિર્બાધ
દશે મુક્તે પહોંચ્યા, જિનવર વચન આરાધ ૬૭

ધન્ય અર્જુનમાળી, કિયો કદાગ્રહ દૂર
વીરપે વ્રત લઈને, સત્યવાદી હુવા શૂર ૬૮

કરી છઠ્ઠ છઠ્ઠ પારણાં, ક્ષમા કરી ભરપૂર
છ માસની માંહી, કર્મ કીયા ચકચૂર ૬૯

કુંવર અઈમુત્તે, દીઠા ગૌતમ સ્વામ
સુણી વીરની વાણી, કીધો ઉત્તમ કામ ૭૦

ચારિત્ર લઈને, પહોંચ્યા, શિવપુર ઠામ
ધુર આદિ મકાઈ, અંત અલક્ષ મુનિ નામ ૭૧

વળી કૃષ્ણરાયની, અગ્રમહિષી આઠ
પુત્ર વહુ દોયે, સંચ્યા પુણ્યના ઠાઠ ૭૨

યાદવકુળ સતિયાં, ટાળ્યો દુઃખ ઉચાટા
પહોંચ્યા શિવપુરમેં એ છે સૂત્રનો પાઠ ૭૩

શ્રેણીકની રાણી, કાલી આદિક દશ જાણ
દશે પુત્ર વિયોગે, સાંભળી વીરની વાણ ૭૪

ચંદન બાળાપે, સાંયમ લૈ હુવા જાણ
તપ કરી દેહ ઝોંશી, પહોંચ્યા છે નિર્વાણ ૭૫

નંદાદિક તેરે, શ્રેણિક નૃપની નાર
સઘળી ચંદનબાળાપે, લીધો સંયમ ભાર ૭૬

એક માસ સમ્થારે, પહોંચ્યા મુક્તિ મોઝાર
એ નેવુ જણાનો, અંતગડામાં અધિકાર ૭૭

શ્રેણિકના બેટા, જાલિયાદિક ત્રેવીશ
વીરપે વ્રત લઈને, પાળ્યો વિશ્વાવીશ ૭૮
 
તપ કઠણ કરીને, પૂરી મન જગીશ
દેવલોકે પહોંચ્યા, મોક્ષ જાશે તજી રીશ ૭૯


કાકંદીનો ધન્નો, તજી બત્રીશે નાર
મહાવીર સમીપે, લીધો સંયમ ભાર ૮૦
 
કરી છઠ્ઠ છઠ્ઠ પારણા, આયંબિલ ઉચ્છિત આહાર
શ્રી વીરે વખાણ્યા, ધન્ય ધન્નો અણગાર ૮૧

એક માસ સંથારે, સર્વાર્થ સિદ્ધ પહુંત
મહા વિદેહક્ષેત્રમાં, કરશે ભવનો અંત ૮૨

ધન્નાની રીતે, હુવા નવે સંત
શ્રી અનુત્તરોવવાઈમાં, ભાંખી ગયા ભગવંત ૮૩

સુબાહુ પ્રમુખ, પાંચસે પાંચસે નાર
તજી વીરપે લીધા, પંચ મહાવ્રત સાર ૮૪

ચારિત્ર લઈને, પાળ્યા નિરતિચાર
દેવલોકે પહોંચ્યા, સુખવિપાકે અધિકાર ૮૫

શ્રેણિકનો પૌત્ર, પૌમાદિક હુવા દસ
વીરપે વ્રત લઈને, કાઢ્યો દેહનો કસ ૮૬

સંયમ આરાધી, દેવલોકમાં જઈ વસ
મહાવિદેહ ક્ષેત્રમાં, મોક્ષ જાશે લઈ જશ ૮૭

બળભદ્રના નંદન, નિશધાદિક હુવા બાર
તજી પચાસ અંતેઉરી, ત્યાગ દિયો સંસાર ૮૮

સહુ નેમિ સમીપે, ચાર મહાવ્રત લીધ
સર્વાર્થ સિદ્ધ પહોંચ્યાં, હોશે વિદેશે સિદ્ધ ૮૯

ધન્નોને શાલીભદ્ર, મુનીશ્વરોની જોડ
નારીનાં બંધન, તત્ક્ષન નાંખ્યા તોડ ૯૦

ઘર કુટુંબ કબીલો, ધન કંચનની ક્રોડ
માસ માસખમણ તપ, ટાળશે ભવની ખોડ ૯૧


શ્રી સુધર્માસ્વામીના શિષ્ય, ધન્ય ધન્ય જંબુ સ્વામ,
તજી આઠ અંતેઉરી, માત પિતા ધન ધામ ૯૨

પ્રભવાદિક તારી, પહોંચ્યા શિવપુર ઠામ
સૂત્ર પ્રવર્તાવી, જગમાં રાખ્યું નામ ૯૩

ધન્ય ઢંઢણ મુનિવર, કૃષ્ણરાયના નંદ
શુદ્ધ અભિગ્રહ પાળી, ટાળ દિયો ભવ ફંદ ૯૪

વળી ખંધક ઋષિની, દેહ ઉતારી ખાલ
પરીસહ સહીને, ભવફેરા દિયા ટાળ ૯૫

વળી ખંધક ઋષિના, હુવા પાંચસો શિષ્ય
ઘાણીમાં પીલ્યાં, મુક્તિ ગયા તજી રીશ ૯૬

સંભૂતિવિજય શિષ્ય, ભદ્રબાહુ મુનિરાય
ચૌદ પૂર્વધારી, ચંદ્રગુપ્ત આણ્યો ઠાય ૯૭

વળી આર્દ્રકુમાર મુનિ,સ્થુલિભદ્ર નંદિસેણ
અરણિક ઐમુત્તો, મુનીશ્વરોની શ્રેણ ૯૮

ચોવીસ જિન મુનિવર, સમ્ખ્યા અઠ્ઠાવીસ લાખ
ઉપર સહસ્ત્ર અડાતાલીસ, સૂત્ર પરંપરા ભાંખ ૯૯

કોઈ ઉત્તમ વાંચો, મોઢે જયણા રાખ
ઉઘાડે મુખ બોલ્યા, પાપ લાગે ઇમ ભાંખ ૧૦૦

ધન્ય મરૂદેવી માતા,ધ્યાયું નિર્મળ ધ્યાન
ગજ હોદે પામ્યા. નિર્મળ કેવળજ્ઞાન ૧૦૧

ધન્ય આદીશ્વરની પુત્રી, બ્રાહ્મી સુંદરી દોય
ચારિત્ર લઈને, મુક્તિ ગયા સિદ્ધ હોય ૧૦૨


ચોવીશે જિનની, વડી શિષ્યાણી ચોવીશ
સતી મુક્તે પહોંચ્યા, પૂરી મન જગીશ ૧૦૩

ચોવીશે જિનના, સર્વ સાધ્વી સાર
અડતાલીશ લાખ ને, આઠસેં સિત્તેર હજાર ૧૦૪

ચેડાની પુત્રી, રાખી ધર્મશું પ્રીત
રાજેમતી વિજ્યા, મૃગાવતી સુવિનીત ૧૦૫

પદ્માવતી મયણરેહા, દ્રૌપદી દમયંતી સીત
ઇત્યાદિક સતીયો, ગઈ જન્મારો જીત ૧૦૬

ચોવીશે જિનના,સાધુ સાધ્વી સાર
ગયા મોક્ષ દેવલોકે, હ્રદયે રાખો ધાર ૧૦૭

ઇણ અઢી દ્વીપમાં, ઘરડા તપસ્વી બાળ
શુદ્ધ પંચમહવ્રતધારી નમો નમો ત્રણ કાળ ૧૦૮

એ યતિ-સતીયોનાં, લીજે નિત્ય પ્રતે નામ
શુદ્ધ મનથી ધ્યાવો, એહ તરણનો ઠામ ૧૦૯

એ યતિયો સતીયોશું, રાખો ઉજ્જવલ ભાવ
કહે ઋષ્હિ જયમલજી, એહ તરણનો દાવ ૧૧૦

સંવત આઢાર ને, વર્ષ સાતે શિરદાર
શહેર ઝાલોરમાંહી, એહ કહ્યો અધિકાર ૧૧૧

ભૂધરજીના શિષ્ય, જેમલજી જયકાર;
ભવ્ય જીવના હેતે, એહ કહ્યો અધિકાર. ૧૧૨