← હું અને તું યુગવંદના
મીઠું બંધન
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
એની શોધ →


મીઠું બંધન


મને બાંધી રાખી છે કયા બંધથી રે !
હું તો થાકી છું છૂટવા મથી રે.
મને મીઠી લાગે છે તારી કેદ :
હવે છોડી દે તોય છૂટવું નથી રે !
— મને બાંધી૦

મારા જાતાં જોતાં તે પગ ઝલાય છે રે !
મને આ વિજોગની યાદ;
હવે અળગા ન થાવું તારી આંખથી રે !
— મને બાંધી૦