← એની શોધ યુગવંદના
યાદ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
પ્યાસ →




યાદ
[રાગ : બિહાગ]


સતાવે એ મુખડાની યાદ !

રાત દિવસ કાં સતાવે હૃદયને
એ મુખડાની યાદ !

પલક પલક રોવરાવે નયનને
એ મુખડાની યાદ !— સતાવે૦

સૂતી ઝબકું, જાગતી ઝબકું :
સ્વપને કોના સાદ. — સતાવે૦

સકલ સૂરોમાં ગાજે એક જ
એ મુખ કેરો નાદ. — સતાવે૦

મોહ-મદિરાનાં ઘેન ઊડ્યાં તોયે
નયન નથી નાશાદ.— સતાવે૦

પાપ-વાંછના પાછળ ભટકે :
કોને કરું ફરિયાદ. — સતાવે૦