રંગ ડોલરિયો
રંગ ડોલરિયો લોકગીત |
રંગ ડોલરિયો
એક ઝાડ માથે ઝૂમખડું,
ઝૂમખડે રાતાં ફૂલ રે,
ભંવર રે રંગ ડોલરિયો.
એક ગોખ માથે ભાભલડી,
ભાભીના રાતા રંગ રે… ભંવર.
એક બેન માથે ચૂંદલડી,
ચૂંદલડીએ રાતી ભાત રે… ભંવર.
એક માંચી બેઠા સાસુજી,
સાસુની રાતી આંખ રે… ભંવર.
એક ઓરડે ઊભા જેઠાણી,
એને સેંથે લાલ સિંદુર રે.. ભંવર.
એક મેડી માથે દેરાણી,
એના પગમાં રાતો રંગ રે… ભંવર.
એક ફળિયા વચ્ચે નણદલડી,
એનાં પગલાં લાલ હીંગોળ રે… ભંવર
એક ઢોલિયો પોઢ્યા પ્રીતમજી,
એના ઢોલિયાનો રંગ રાતો રે…. ભંવર
એક દરિયા કાંઠે સેજલડી,
સેજલડીએ રંગ હીંડોળ રે…. ભંવર.!