રમત હરિ બાલ વિનોદ કરે
દેવાનંદ સ્વામી



રમત હરિ બાલ વિનોદ કરે

રમત હરિ બાલ વિનોદ કરે;
લરકન કે સંગ લાલ ધરમસુત, શામ તન શોભિત ધૂરી ભરે... ꠶ટેક

ઠમક ઠમક પદ ધરત ધરની પર, ઘુઘર મંડિત ચરન ધરે;
માત મગન પય પાન કરાવત, દેખી નયન સુતનયન ઠરે... ꠶ ૧

ધર્મ આંગન મહીં કેલી કરત હૈ, બોલત બચન મધુર તોતરે;
દેવાનંદ ઘનશ્યામ વિલોકત, કોટિ ભુવન સુખ આશ ટરે... ꠶ ૨