રાંદલ છે દયાળી દડવાવાળી રાંદલ છે દયાળી

રાંદલ છે દયાળી દડવાવાળી રાંદલ છે દયાળી
અજ્ઞાત



રાંદલ છે દયાળી દડવાવાળી રાંદલ છે દયાળી

રાંદલ છે દયાળી દડવાવાળી રાંદલ છે દયાળી
ભક્તોના દુઃખ હરનારી દડવાવાળી રાંદલ છે દયાળી

ધુપ ને દીપ કરી આરતી ઉતારુ ,
પ્રેમે પૂજા કરું તારી દડવાવાળી રાંદલ છે દયાળી

નવસો નવાણું હોશ ડુબાડ્યા,
નવ નવ નોરતાં રમવા પધારો
દુઃખીયાના દુઃખ હરનારી દડવાવાળી રાંદલ છે દયાળી

ગરબી મંડળની બાળાઓ માંગે
માંગે છે ભક્તિ તમારી દડવાવાળી રાંદલ છે દયાળી

રમો રમો રન્નાદે માડી દડવાવાળી
માડી રાધામંડળ પુરનારી રન્નાદે દડવાવાળી રાંદલ છે દયાળી