રાધાજી તમારો નાવલિયો
રાધાજી તમારો નાવલિયો પ્રેમાનંદ સ્વામી |
પદ ૧૦૮૯ મું
રાધાજી તમારો નાવલિયો,
નેણાં ભરી નીરખ્યા જેવો, ચિત્ત ધરી નીરખ્યા જેવો;
મંદિરિયામાં રાખો રે દઈ માન,
હવે નહિ રે જાવા દેવો; કદિ નહિ રે જાવા દેવો... ટેક
કમળા એના કરે રે જતન, હાંજી હાંજી કરતી ડોલે;
મીટેથી પલક ન મેલે, ખમા ખમા કહીને બોલે... ૧
નવલ સનેહી રે નંદલાલો, વ્હાલો સૌને વ્રજપતિ;
હૈડાનો હાર નેણાંનો શણગાર, રાખો ઉર કરી વિનતિ... ૨
રાધાજી તમારે ઓરડિયે, જાદવરાયના જતન કરો;
રાધા માધવ જોડ પૂરો કોડ, પ્રેમાનંદના તાપ હરો... ૩.
- 389c ##
અન્ય સંસ્કરણ
ફેરફાર કરોરાધાજી તમારો નાવલિયો,
નેણાં ભરી નીરખ્યા જેવો, ચિત્ત ધરી નીરખ્યા જેવો;
મંદિરિયામાં રાખો રે દઈ માન,
હવે નહિ રે જાવા દેવો; કદિ નહિ રે જાવા દેવો... ટેક
કમળા એના કરે રે જતન, હાંજી હાંજી કરતી ડોલે;
મીટેથી પલક ન મેલે, ખમા ખમા કહીને બોલે... ૧
નવલ સનેહી રે નંદલાલો, વ્હાલો સૌને વ્રજપતિ;
હૈડાનો હાર નેણાંનો શણગાર, રાખો ઉર કરી વિનતિ... ૨
રાધાજી તમારે ઓરડિયે, જાદવરાયના જતન કરો;
રાધા માધવ જોડ પૂરો કોડ, પ્રેમાનંદના તાપ હરો... ૩