રામ શબદની માળા
ખીમ સાહેબ



રામ શબદની માળા

રામ શબદની માળા રાટોને વાહલા
ટાળે જનમના જંજાળા સંતો વહાલા... હે જી રે.

કૂંચી કરી લે ગુરુ જ્ઞાનની ખોલે ઈ મોહના તારે હે જી
ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા સંતો
રામ શબદની માળા રે હે જી....

આ કાયામાં પરગટ ગંગા શીદ ફરો પંથ કાળા રે હે જી...
ઈ ગંગામાં અખંડ નહાઈ લ્યો મત નાવ નદીયું ને નાળા સંતો
રામ શબદની માળા રે હે જી....

આ કાયામાં બુદ્ધિ સમુંદર ચલત નાવ ચોધારા રે હે જી.
તે નાવમાં હીરલા ને માણેક ખોજે ખોજન હારા સંતો
રામ શબદની માળા રે હે જી....

આપે સમજલે સમરણ કરી લે ચિતમાં કર તું ચાળા હે જી
ખીમ સાહેબ કહે ભાણ પ્રતાપે હરદમ બોલે પ્યારા સંતો
રામ શબદની માળા રે હે જી....