← રાષ્ટ્રિકા/હિંદના વાસી - સર્વ સંન્યાસી રાષ્ટ્રિકા
હિન્દનો મંદવાડ
અરદેશર ખબરદાર
રાષ્ટ્રિકા/ભરતસમાજની ભક્તિ →





હિન્દનો મંદવાડ*[૧]


• રાગ પીલુ-તાલ ત્રિતાલ •


આજ પડી મુજ હિન્દ હ્યાં માંદી,
રે કોઇ આવીને ટાળો કુવ્યાધિ ! — આજ

રગરગ રોગ ગયો ખૂબ વ્યાપી,
રે કોણ દુષ્ટ ગયો એમ શાપી ? — આજ ૧

તનખ તનખથકી તફ્ડે બિચારી,
ભારી ખરે પજવે દુ:ખ કારી ! — આજ ૨

લોહી ગયું ને પડી સહુ ફીકી,
શ્વાસ રહ્યો છે હવે તક ટીકી ! — આજ ૩

નહીં નહીં રે એનું મુખડું જોવાયે,
દુ:ખડાં દમંતાં તે કઈપેરે જાયે ? — આજ ૪

બળબુદ્ધિ તો નહિ ચાલી જ કાંઈ;
હારી રહ્યા હવે સર્વ મુઝાઇ. — આજ ૫

આશકિરણ તો હવે સહુ ઊઠ્યાં,
ઊંડા નિરાશાનિધિમહીં બૂડ્યાં ! — આજ ૬

કેવી પડી મુજ હિન્દ રીબાતી;
કાળતણે મુખ ચાલી ચવાતી ! — આજ ૭

છે કોઇ માઈનો પૂત જ શૂરો ?
હિન્દ ઉગારી કરે દુ:ખ ચૂરો ! — આજ ૮

અદલ હવે ધનવંતરી આવો !
આ મુજ હિન્દને પ્રેમે બચાવો ! — આજ ૯


  1. *ઇ. સ. ૧૯૦૨