રાસચંદ્રિકા/વિરહિણી
← દાંપત્યનો વિજયકાળ | રાસચંદ્રિકા વિરહિણી અરદેશર ખબરદાર |
વિયોગ → |
વિરહિણી
♦ ગરબી - રાગ ગારો. ♦
નમેરીઆ ! આવો રે, મોરે નયણાં પલકના સુકાય :
નયણાં પલક ના સુકાય, હો !
લયમાં ખલક ડૂબી જાય :
આવો રે, મોરે નયણાં પલક ના સુકાય. -નમેરીઆ !
ભરતી ભરાય આ,
હૈડું નટાય આ,
દિલનો દિલાવર ન પાય :
આવો રે, મોરે નયણાં પલક ના સુકાય. ૧
માયા તે નાથની,
છાયા તે હાથની,
વેલી અકેલી વિલાય :
આવો રે, મોરે નયણાં પલક ના સુકાય. ૨
નમેરીઆ ! આવો રે, મોરે નયણાં પલક ના સુકાય.