રૂખડબાવા તું હળવો હળવો

રૂખડબાવા તું હળવો હળવો
લોકગીત



રૂખડબાવા તું હળવો હળવો

રૂખડબાવા તું હળવો હળવો હાલ જો
            ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ ધરતી માથે આભ જો
            ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ કૂવાને માથે કોસ જો
            ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળુંબે નર ને માથે નાર જો એવો
            ગરવાને માથે રે રૂખડીયો ઝળુંબીયો

જેમ ઝળૂંબે કંઈ મોરલી માથે નાગ જો
            ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ બેટાને માથે બાપ જો
            ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

રૂખડબાવા તું હળવો હળવો હાલ જો
            ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો