રૂડા લાગો છો રાજેન્દ્ર

રૂડા લાગો છો રાજેન્દ્ર
પ્રેમાનંદ સ્વામી


૧૬૭૦ મું - રાગ ખમાચ


રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે... ટેક

જરકસિયો જામો હરિ પહેરી, માથે બાંધી પાઘ સોનેરી;
ગૂઢો રેંટો ઓઢી મન લલચાવતા રે... રૂડા ૧

હૈડે હાર ગુલાબી ફોરે, ચિત્ત મારું રોકી રાખ્યું તોરે;
ગજરા કાજુ બાજૂ મન મારે ભાવતા રે... રૂડા ૨

કનક છડી સુંદર કર લઈને, ગજગતિ ચાલો હળવા રહીને;
ચિત્તડું ચોરો મીઠું મીઠું ગાવતા રે... રૂડા ૩

પ્રેમાનંદના નાથ વિહારી, જાઉં તારા વદનકમળ પર વારી;
હેતે શું બોલાવી તાપ શમાવતા રે... રૂડા ૪

અન્ય સંસ્કરણ

ફેરફાર કરો

રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે... ટેક

જરકસિયો જામો હરિ પહેરી, માથે બાંધી પાઘ સોનેરી;
  ગૂઢો રેંટો ઓઢી મન લલચાવતા રે... રૂડા

હૈડે હાર ગુલાબી ફોરે, ચિત્ત મારું રોકી રાખ્યું તોરે;
  ગજરા કાજુ બાજૂ મન મારે ભાવતા રે... રૂડા

કનક છડી સુંદર કર લઈને, ગજગતિ ચાલો હળવા રહીને;
  ચિત્તડું ચોરો મીઠું મીઠું ગાવતા રે... રૂડા

પ્રેમાનંદના નાથ વિહારી, જાઉં તારા વદનકમળ પર વારી;
  હેતે શું બોલાવી તાપ શમાવતા રે... રૂડા