રૂપાળા છો રાજીવ લોચન
પ્રેમાનંદ સ્વામી


પદ ૧૯૯૫ મું

રૂપાળા છો રાજીવ લોચન, ધર્મ તણા કુમાર વહાલા;
શોભાની છો સીમા મારા, નેણ તણા શણગાર વહાલા. ૧

ડાબી ભુજાના મૂળથી હેઠે, ત્રણ તસુ છે જો વહાલા;
છાપ તણાં એક ચિહ્નમાંઈ, નિત મન મારું રહેજો વહાલા. ૨

ડાબી કુણીથી હેઠો નૌતમ, ઉપરલે ભાગે વહાલા;
તિલ એક જોતાં મારા મનને, રૂડો બહુ લાગે વહાલા. ૩

ડાબા પગના અંગૂઠા, પાસેની આંગળિયે વહાલા;
નખને પાસે નાનો તિલ, મનમાં ધારી લહિયે વહાલા. ૪

એ આંગળી ને વચલી આંગળી, એ બેઉને મધ્યે વહાલા;
એક તિલ છે અતિ નૌતમ, જોયા જેવો સંધે વહાલા. ૫

ડાબા હાથના પોંચા ઉપર, સુંદર એક તિલ છે વહાલા;
એ માંહી તે મનડું મારું, વળગ્યું વિશેકે વહાલા. ૬

બે હાથના નખ નૌતમ, છે રાતા ચડિયાતા વહાલા;
અગ્ર ભાગે તીક્ષણ છે, અતિ રૂડા દેખાતા વહાલા. ૭

બે હાથની હથેળી છે, રાતી સુખધામ વહાલા;
હથેળીમાં રેખા થોડી, થોડી છે જો શ્યામ વહાલા. ૮

બે હથેળીના મૂળ ઉપર, આઠ તસુ જોતાં વહાલા;
છાપ તણાં બે ચિહ્ન અનુપમ, ચિત્તમાં પરોતાં વહાલા. ૯

કંઠ વચ્ચે તિલ એક અનુપમ, જોતાં દુઃખ જાયે વહાલા;
તેની પાસે નાનો તિલ એક, પ્રેમાનંદ ગાયે વહાલા. ૧૦

અન્ય સંસ્કરણ

ફેરફાર કરો

રૂપાળા છો રાજીવ લોચન, ધર્મ તણા કુમાર વહાલા;
શોભાની છો સીમા મારા, નેણ તણા શણગાર વહાલા.

ડાબી ભુજાના મૂળથી હેઠે, ત્રણ તસુ છે જો વહાલા;
છાપ તણાં એક ચિહ્નમાંઈ, નિત મન મારું રહેજો વહાલા.

ડાબી કુણીથી હેઠો નૌતમ, ઉપરલે ભાગે વહાલા;
તિલ એક જોતાં મારા મનને, રૂડો બહુ લાગે વહાલા.

ડાબા પગના અંગૂઠા, પાસેની આંગળિયે વહાલા;
નખને પાસે નાનો તિલ, મનમાં ધારી લહિયે વહાલા.

એ આંગળી ને વચલી આંગળી, એ બેઉને મધ્યે વહાલા;
એક તિલ છે અતિ નૌતમ, જોયા જેવો સંધે વહાલા.

ડાબા હાથના પોંચા ઉપર, સુંદર એક તિલ છે વહાલા;
એ માંહી તે મનડું મારું, વળગ્યું વિશેકે વહાલા.

બે હાથના નખ નૌતમ, છે રાતા ચડિયાતા વહાલા;
અગ્ર ભાગે તીક્ષણ છે, અતિ રૂડા દેખાતા વહાલા.

બે હાથની હથેળી છે, રાતી સુખધામ વહાલા;
હથેળીમાં રેખા થોડી, થોડી છે જો શ્યામ વહાલા.

બે હથેળીના મૂળ ઉપર, આઠ તસુ જોતાં વહાલા;
છાપ તણાં બે ચિહ્ન અનુપમ, ચિત્તમાં પરોતાં વહાલા.

કંઠ વચ્ચે તિલ એક અનુપમ, જોતાં દુઃખ જાયે વહાલા;
તેની પાસે નાનો તિલ એક, પ્રેમાનંદ ગાયે વહાલા. ૧૦