રૂમઝૂમતી રમવા નીસરી રે

રૂમઝૂમતી રમવા નીસરી રે
લોકગીત



રૂમઝૂમતી રમવા નીસરી રે

ક્હાન ! ત્હારે તળાવ, ક્હાન ! ત્હારે તળાવ,
રૂમઝૂમતી રમવા નીસરી રે
 
રમવા નીસરી રે, રમવા નીસરી રે;
ક્હાન ! ત્હારે તળાવ, શુદ્ધ બુદ્ધ સર્વે વિસરી રે :
ક્હાન ! ત્હારે તળાવ, રમવા નીસરી રે

રમવા નીસરી રે, રમવા નીસરી રે;
ક્હાન ! ત્હારે તળાવ, નાથ કેરી નથની વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે;
ક્હાન ! ત્હારે તળાવ, કાન કેરાં કુંડલ વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે;
ક્હાન ! ત્હારે તળાવ, હાથ કેરાં કંકણ વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે;
ક્હાન ! ત્હારે તળાવ, કેડ કેરો કંદોરો વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે;
ક્હાન ! ત્હારે તળાવ, પગ કેરાં ઝાંઝર વિસરી રે : ક્હાન !