રે સુંદરવર બોલ્યા શ્યામ
રે સુંદરવર બોલ્યા શ્યામ પ્રેમાનંદ સ્વામી |
રે સુંદરવર બોલ્યા શ્યામ
રે સુંદરવર બોલ્યા શ્યામ, કહે છે વા'લો પોતાનું ધામ... રે સુંદર ટેક
રે ભિન્નભિન્ન આકાશ રચાયે, રે જુજવો શબ્દ તેમાં થાયે;
તેમ જ સહુમાં વેદ મુને ગાયે... રે સુંદર ૧
રે અક્ષર શક્તિ ઘણી સારી, રે બ્રહ્માંડ પ્રત્યે ન્યારી ન્યારી;
તેમાં સહુ મૂર્તિઓ મારી... રે સુંદર ૨
રે અક્ષર અનંત કળા ધારે, રે અગણિત રૂપ થાઉં ત્યારે;
મુને જીવ પામે એણે દ્વારે [આરે]... રે સુંદર ૩
રે અક્ષર કોટિનો હું સ્વામી, રે મુજમાં રહે સહુ લય પામી;
શોભું સદા એક રૂપ ધામી... રે સુંદર ૪
રે સતસંગી સહુ નર નારી, તમ અરથે આજે દેહ ધારી;
પ્રેમસખી જાયે બલિહારી... રે સુંદર ૫