રે હેત કરી કહે છે રસિયો
રે હેત કરી કહે છે રસિયો પ્રેમાનંદ સ્વામી |
રે હેત કરી કહે છે રસિયો
રે હેત કરી કહે છે રસિયો,
વહાલો મારો રુદિયામાં વસિયો રે... હેત
ટેક
રે અક્ષર આકાશ ઠેકાણે,
રે માયા મહા શૂન્ય પરમાણે;
મુક્ત કોટિ વીજળિયું જાણે... રે હેત ૧
રે પક્ષી તે અનંત પુરુષ લેખો,
રે અષ્ટાવરણ દેહને દેખો;
મહાવિષ્ણુ વાદળિયાં પેખો... રે હેત ૨
રે સ્થિર ને અસ્થિર ગતિયું રહે છે,
રે કાળ શક્તિ તેને કહે છે;
બુદ્ધિવંત સમજીને લહે છે... રે હેત ૩
રે નિર્ગુણ સગુણ સમજી લેતાં,
રે તે સરવે અક્ષરને કે'તાં;
સ્વતંતર પોતે સદા રહેતાં... રે હેત ૪
રે કાળે માયા ક્ષોભને પામે,
રે અનંત બ્રહ્માંડ થાએ તામે;
એમ કહ્યું પ્રેમસખીને શ્યામે... રે હેત ૫