લાખ રૂપિયાની દીકરી આજે દાનમાં દેવાય
લાખ રૂપિયાની દીકરી આજે દાનમાં દેવાય અજ્ઞાત |
લાખ રૂપિયાની દીકરી આજે દાનમાં દેવાય
લાખ રૂપિયાની દીકરી આજે દાનમાં દેવાય,
ઓ દાદા તમને ચિંતા કેમ ન થાય ?
સમય સમયની છે બલિહારી દાદા કે આ દીકરી,
અમારી હસતી, રડતી, રમતી આજે દાનમાં દેવાય.
ઓ દાદા તમનેo
લાખ રૂપિયાની ભત્રીજી આજે દાનમાં દેવાય,
ઓ કાકા તમને ચિંતા કેમ ન થાય ?
સમય સમયની છે બલિહારી કાકા કે આ ભત્રીજી,
અમારી હસતી, રડતી, રમતી આજે દાનમાં દેવાય.
ઓ કાકા તમનેo
લાખ રૂપિયાની બેની આજે દાનમાં દેવાય,
ઓ વીરા તમને ચિંતા કેમ ન થાય ?
સમય સમયની છે બલિહારી વીરો કે આ બેની,
અમારી હસતી, રડતી, રમતી આજે દાનમાં દેવાય.
ઓ વીરા તમનેo