સર્જક:લીરબાઈ

(લીરબાઈ થી અહીં વાળેલું)

સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી છે. મોટા પંથોમાંથી પ્રેરણા મેળવી અને નાના પ્રદેશોમાં પણ સંતોએ પોતાના પંથ ઊભા કર્યા છે. જે તે પંથકે તેને અપનાવ્યા છે. વિવિધ જાતિઓમાંથી એક બનેલા સૌરાષ્ટ્રના લોકજીવનમાં સ્ત્રીનું સ્થાન સહભાગિનીનું, સહકર્મચારિણીનું હતું. તેમાંય ધર્મ અને ભક્તિના ક્ષેત્રે તો પુરૂષ કરતા તેનું સ્થાન વિશેષ હતું. આવા જ એક મેર જ્ઞાતિના સ્ત્રીસંત એટલે લીરબાઈ.
લીરબાઈની ભજનવાણી એકદમ સરળ અને સમજાય જાય તેવી છે. જે સૌરાષ્ટ્રમાં ખુબજ પ્રખ્યાત છે.

પ્રચલિત ભજનો ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો