લોચનિયે લોભાણી રે માવા તારી મોરલિયે
લોચનિયે લોભાણી રે માવા તારી મોરલિયે દાસી જીવણ |
લોચનિયે લોભાણી રે માવા તારી મોરલિયે
લોચનીયે લોભાણી રે માવા તારી મોરલીએ ,
જેનો આવ્યો આજો જાણી સરોવર ગઈ તી પાણી,
તેને બોલડીયે બંધાણી રે. લોચનીયે..ટેક
જેણે રસ પીધા જાણી પિયુજીની છે પટરાણી,
ડીક તો ઠેરાણી રે. લોચનીયે...૧
સાંભળોને સૈયર મારી મેરમજીને લીધા માણી,
વાલી લાગે તેની વાણી રે. લોચનીયે...૨
ભીમ ભેટયા ઈ એંધાણી જીવણ જપે જાણી જાણી,
ગરીબી ગવાણી રે. લોચનીયે...૩
અન્ય સંસ્કરણ:
"લોચનીયે લોભાણી હું તો તારી વાતડીએ જી
અરેરેરે વેચાણી રે હો માવા
તારી મોરલીરે જી " વિગેરે ..