વનરાવન મોરલી વાગે છે
વનમાં બોલે ઝીણા મોર લોકગીત |
વનરાવન મોરલી વાગે છે
વાગે છે રે વાગે છે,
વનરાવન મોરલી વાગે છે.
એના સૂર ગગનમાં ગાજે છે,
વનરાવન મોરલી વાગે છે.
કેમ કરી આવું કાન ગોકુળની ગલીઓમાં
મારી સાસુડી વેરણ જાગે છે.
પગલું માંડુ તો વાગે પગના આ ઝાંઝર
મારી જેઠાણી વેરણ જાગે છે.
વીતે છે રાતડીને ચાંદલીયો આથમ્યો
મારી દેરાણી વેરણ જાગે છે.
હળવેથી છેડ કાન મોરલીના સૂર હવે
તારી મોરલીના મોહબાણ વાગે છે.