વાડી રે વેડીશ મા હો !
વાડી રે વેડીશ મા હો ! દાસી જીવણ |
વાડી રે વેડીશ મા હો !
વાડી રે વેડીશ મા હો !
મારી રે વાડીના ભમરલા ! વાડી વેડીશ મા !
મારી રે વાડીમાં માનસરોવર
ન્હાજે ધોજે પણ પાણીડાં
ડ્હોળીશ મા. - મારી૦
મારી રે વાડીમાં ચંપો ને મરવો
ફોરમું લેજે પણ કળિયું
તોડીશ મા. - મારી૦
દાસી જીવણ ક્હે સંતો ભીમ કેરે ચરણે,
સરખાસરખી જોડી રે
તોડીશ મા. - મારી૦