વિકિસ્રોત:પ્રકાશનાધિકાર નીતિ

આ પાનું વિકિસ્રોતની સત્તાવાર નીતિ વ્યાખ્યાયિત કરે છે. આ નીતિને બહોળી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે અને સહુકોઈને માટે તે એક માનદ માપદંડ સમાન છે જેનું સર્વેએ પાલન કરવું જોઈએ. ક્ષુલ્લક ફેરફારોને બાદ કરતાં જો નીતિ વિષયક કોઈ ફેરફાર સુચવતા હોવ તો ચર્ચાનાં પાનાં પર તે વિષયક સંવાદ કરો.
પ્રકાશનાધિકાર નીતિ

વિકિસ્રોત એક મુક્ત પુસ્તકાલય તરીકે પ્રકાશનાધિકાર મુક્ત સાહિત્યને ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. આ પાનું વિકિસ્ત્રોત પરનું સાહિત્ય/લખાણ મુક્ત સાહિત્યની વ્યાખ્યા હેઠળ બંધ બેસે છે કે કેમ એનો ચિતાર આપે છે.

This is the official policy (which you should read first). You may also be looking for information on:

નોંધ: આ પાનું અંગ્રેજી વિકિસ્રોત પરની કોપીરાઈટ પોલીસીનો અનુવાદ છે.

વિકિસ્રોતમાં સભ્ય દ્વારા કરાયેલ સમગ્ર યોગદાન Creative Commons Attribution Share-Alike License (CC-BY-SA) અને ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ GNU Free Documentation License, Version 1.2 કે તેની પછીની તે લાયસન્સની આવૃત્તિ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં Invariant Sections અને આગળ પાછળના મુખ્ય પૂંઠાઓનો સમાવેશ થતો નથી અને સિવાય કે તેમ ન હોવા અંગેની નોંધ મુકાયેલી હોય.

વિકિસ્રોતના સર્વરો યુનાઈટેડ સ્ટેટ્સમાં આવેલા હોવાથી વિકિસોર્સને ત્યાંના પ્રકાશનાધિકાર નિયમો લાગુ પડે છે. સર્જકના પોતાના દેશમાં હોય તેથી વધુ કોઈ નીતિ-નિયમો યુનાઈટેડ સ્ટેટ્સને લાગુ પડાવી શકશે નહીં. લગભગ દરેક દેશમાં પ્રકાશનાધિકારની સમયની મર્યાદા સર્જકની હયાતી અને તે પછીના ચોક્કસ અમુક વર્ષો સુધીની હોય છે.


મુક્ત સાહિત્યની વ્યાખ્યા

ફેરફાર કરો
 
આ વ્યાખ્યા Definition of Free Cultural Works પર આધારિત છે.

મુક્ત સાહિત્ય (Free content) કે જેને કોઈ પણ વ્યક્તિ દ્વારા, અપવાદ કે મર્યાદા (નીચે જણાવેલી પરવાનગી સિવાય) સિવાય કોઈ પણ કાર્ય માટે (ધંધાદારી વપરાશ સહિત) મુક્તપણે જોઈ, વહેંચી, સુધારી અને વાપરી શકાય.

વિકિસ્રોત પરની અમુક જરૂરિયાતો અને મર્યાદાની પરવાનગીઓ:

  • સર્જકનો સર્વસામાન્ય ઉલ્લેખ, વપરાશ જાહેરાતની શરતો વગર.;
  • transmission of freedoms (often called copyleft or share-alike), જેની હેઠળ મૂળભૂત કૃતિ મુક્ત હોય છે. આવી કૃતિઓનો સમાવેશ પ્રકાશનધિકારથી સુરક્ષિત કૃતિમાં થઈ શકે, પણ તેમને પર વિસ્તૃત દસ્તાવેજ સ્વરૂપે પ્રતિબંધ ન લગાડી શકાય.

યોગ્ય વપરાશ (Fair use) નીતિ

ફેરફાર કરો

યોગ્ય વપરાશ જે ન્યાયી વપરાશ એ એક એવી સંકલ્પના છે કે પ્રકાશન અધિકાર હેઠળના પરવાના વગરની કૃતિઓને કાયદેસર રીતે કોઈ પણ ફી ભર્યા સિવાય કે પ્રકાશન અધિકાર ધારકની પરવાનગી લીધા સિવાય વાપરી શકાય છે. (અંગ્રેજી વિકિપીડિયા પર fair use ને લાગતો લેખ જુઓ) આવા કોઈપણ પ્રકારનો વપરાશ વિકિસોર્સ પર પ્રતિબંધિત છે.

યોગ્ય વપરાશ નીતિના વપરાશ પ્રમાણ અને તેની વહેવારુતાની કલમ અનુસાર કોઈ એક કૃતિનો સંપૂર્ણ જેમ છે તેમ પુનર્પ્રકાશન કરવું યોગ્ય નીતિ (Fair use) ન ગણાય. કોઈના કોપીરાઈટ હેઠળની કૃતિને યોગ્ય વપરાશ (Fair use) ને ખપાવતા યુ.એસ. સુપ્રીમ કોર્ટના Harper & Row v. Nation Enterprises (1985) કેસના ચુકાદામાં જણાવાયું હતું કે, "એ નક્કી કરાયું કે જાણીતા રાજનૈતિક દ્વારા રચાયેલી કૃતિ કે ઐતિહાસેક ઘટના વિષેના તેમના લખાણ જનહિત અભ્યાસ અર્થે યોગ્ય વપરાશ હેઠળ વાપરવો કોઈ બચાવ દલીલ નથી." કોર્ટે ઉમેરો કરતા જણાવ્યું હતું કે "પ્રેસિડેંટ ફોર્ડના અનુભવોનાં પુસ્તકમાંથી ૪૦૦થી ઓછા શબ્દોનો રાજનૈતિક માસિક દ્વારા કરવામાં આવેલ ઉપયોગ કાયદાનો ભંગ છે કેમકે તે શબ્દોને તે પુસ્તકનું હાર્દ ગણાવાયું હતું એટલે કે તે યોગ્ય વપરાશ કરતા ઘણું વધારે કહેવાય."

સહકાર્ય કરનાર સભ્યોના હક્કો અને ફરજો

ફેરફાર કરો

વિકિસ્રોત પર ચઢાવાતા કે આલેખાતી દરેક કૃતિઓ પ્રકાશનાધિકારની સીમાથી બહર હોવી જોઈએ અથવા મુક્ત સાહિત્ય free content definitionની વ્યાખ્યા હેઠળ પ્રકાશીત થયેલું હોવું જોઈએ. ઉમેરાતી કૃતિ વિકિસ્રોતની નીતિમાં બંધ બેસે છે કે કેમ તે જોવાની જવાબદરી તે કૃતિ ઉમેરતા સભ્યની રહેશે. રચનાના મુખ્ય પૃષ્ઠ પર પર એક ઢાંચો મુકીને કૃતિ કયા પરવાના હેઠળ પ્રકાશનાધિકર હેઠળ મુક્ત છે તે દર્શાવું જોઈએ. (જુઓ Help:Copyright tags).

મૂળ રચનાઓનું ભાષાંતર કે રેકોર્ડિંગ

ફેરફાર કરો

મૂળ રચનાઓનું ભાષાંતર કે તેની નોંધ અથવા ઉલ્લેખને સ્રોત કે મૂળ કૃતિની "સાધિત કૃતિ" ગણવામાં આવે છે. તેને ચઢાવીને સભ્ય એ વાતની પુષ્ટિ કરે છે કે "મૂળ કૃતિ" અને " સાધિત કૃતિ" યા તો પબ્લિક ડોમેનમાં છે અથવા તો મુક્ત સાહિત્યની વ્યાખ્યામાં બંધ બેસે છે ને તેને સંલગ્ન પરવાના હેઠળ મુક્ત કરાયું છે. ચઢાવેલ સાહિત્ય વિકિસ્રોતની નીતિને અનુસંધાનમાં છે તેની ખાત્રી કરવાની જવાબદારી ચઢાવનાર સભ્યની રહેશે. કૃતિના મૂળ પાના પર એજ ઢાંચા દ્વારા કૃતિની ઉપયોગ /પ્રકાશનાધિકાર સંબંધી માહિતી આપવી જોઈએ. ઓ Help:Copyright tags).

જો આ ચઢાવાયેલ કૃતિ આ નીતિને અસંલગ્ન હશે તો કૃતિ હટાવવામાં આવશે. જો કોઈ સભ્ય આ નીતિઓનો જાણે કરી સતત ભંગ કરતો જણાશે તો તેના પર પ્રતિબંધ મુકવામાં આવશે.

ભાષાંતર સહિતની સ્રોત પર ઉપલબ્ધ કૃતિઓ

ફેરફાર કરો

ભાષાંતર સહિતની સ્રોત પર ઉપલબ્ધ કૃતિઓ આપોઆપ CC-BY-SA પરવાના હેઠળ આવી જાય છે સિવાય કે તેમાં પરવાનગી વિષયક ખાસ માહિતી ઉમેરેલી હોય. આ પ્રકારની પરવાનગી હેઠળ પ્રકાશનાધિકાર ધારક તેના પ્રકાશનાધિકાર પોતાની પાસે જાળવી રાખે છે અને ભવિષ્યમાં તે કૃતિનું પુનઃપ્રકાશન કે પરવાનગી વધારી તેને ગમતી રીતે આપી શકે છે. જો કે તે કૃતિ હંમેશા માટે CC-BY-SA હેઠળ આવી જશે.

પરચૂરણ મૂળ લખાણ પણ (જેમ સભ્ય કે ચર્ચાના પાના પરનું લખાણ ઈત્યાદિ) પણ આપોઆપ CC-BY-SA હેઠળ આવી જશે.

પ્રકાશનાધિકાર સુરક્ષિત કૃતિ સાથે કડી જોડવી

ફેરફાર કરો

પ્રકાશનાધિકાર ધરાવતી કૃતિ સાથે કડી વડે વિકિસ્ત્રોતના પાનાંને જોડવામાં કોઈ વાંધો નથી પણ સભ્યએ ખાતરી કરી લીધી હોવી જોઈએ કે તેમ કરવાથી પ્રકાશનાધિકાર ધરાવનાર વ્યક્તિને કોઈ ક્ષતિ પહોંચતી નથી. જો તેમ હોય તો મહેરબાની કરી તે કૃતિને કડી વડે જોડાશો નહીં.

પ્રકાશનાધિકાર ભંગ

ફેરફાર કરો

જો તમને વિકિસ્રોત પર કોઈ પણ લેખ/લખાણ/કૃતિ જુઓ કે જે વાંચી તમને એમ લાગે કે તે કોઈના પ્રકાશનાધિકારનો ભંગ કરે છે તો તેને વિકિસ્રોત પરથી હટાવવા વિનંતી કરી શકો છો. આ માટે પ્રકાશનાધિકાર ભંગની નોંધ {{પ્રકાશનાધિકાર ભંગ}} ઢાંચા વડે જે તે લેખ / કૃતિનાં મથાળે મુકી તેની નોંધ તમે સભાખંડ પર કરી શકો છો. તે સિવાય જો તમારા પોતાના પ્રકાશનાધિકારનો ભંગ થયો હોય તો તમે Wikimedia Foundation's designated agent પર સંપર્ક કરી તેને હટાવવાની માંગણી કરી શકો છો. આ પૃષ્ઠને ખાલી કરી દેવાશે અને તેના પર પ્રકાશનાધિકાર ભંગની નોટીસ મૂકવામાં આવશે. તે વિવાદનો ઉકેલ ન મળે ત્યાં તે પૃષ્ઠ ખાલી રખાશે. તમારે તમારા દાવાને પુષ્ટિ કરતાં પુરાવા આપવા પડશે. તે માહિતી મૂળ કૃતિના સ્રોતનું URL કે અન્ય સંદર્ભ આવી પુષ્ટિ કરતાં પુરાવા સ્વરૂપે તમે આપી શકો છો.

એવા સભ્યો કે જે હાથે કરીને અને વારંવાર ચેતવણી છતાં પ્રકાશનાધિકાર હેઠળની કૃતિઓ ચડાવશે તેમના ભાગ લેવા પર કે હક્કો પર પ્રતિબંધ મુકાશે.

આ પણ જુઓ

ફેરફાર કરો