બૉટ શબ્દ રોબૉટનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. બૉટ એક પ્રકારની કમ્પ્યૂટર દ્વારા સંચાલિત પ્રક્રિયા છે, જે રીતે કોઈ એક સામાન્ય વ્યક્તિ વિકિ પર દેફરારો કરતો હોય તે જ રીતે બૉટ પણ કાર્ય કરે છે પણ સ્વચાલિત રીતે, મોટેભાગે વૈયક્તિક હસ્તક્ષેપ વિના. સામાન્ય રીતે બૉટ દ્વારા એવા ફેરફારો કરવામાં આવતા હોય છે જે વારંવાર એક સરખા અને એકથી વધુ જગ્યાએ કરવાના હોય. સ્વાભાવિક રીતે જ બૉટ યાંત્રિક રીતે કાર્ય કરતો હોવાથી, તેનું કામ ઘણું ઝડપી હોય છે અને તાજા ફેરફારોની યાદિ તેના દ્વારા કરવામાં આવેલા ફેરફારોથી જ ભરાઈ જાય તેમ બને. બેકાબૂ થઈને ચાલતો બૉટ વિકિને નુકસાન પહોંચાડી શકે છે અને માટે જ તેને નિયંત્રણમાં રાખવો જરૂરી છે. નવો બૉટ સમુદાયની પરવાનગીથી બહાલ થવો જોઈએ અને અલગ ખાતા હેઠળ ચાલવો જોઈએ, એવું ખાતું કે જે બૉટ તરિકે ચિહ્નિત થયેલું હોય. આવું બૉટ ચિહ્ન અન્ય સભ્યોને તાજા ફેરફારો જોતી વખતે બૉટો દ્વારા થયેલા ફેરફારો છૂપાવવામાં મદદરૂપ બને છે.

કેમકે બૉટ ચાલતો હોય ત્યારે સર્વર પર લોડ વધુ પડે છે કેમકે ત્વરિત ફેરફારો થતા હોય છે, માટે સામાન્ય રીતે બૉટોની સંખ્યા નિયંત્રણ હેઠળ રાખવામાં આવે છે. જ્યાં જરૂર ના હોય ત્યાં અને એવા કાર્યો માટે કે પ્રયોગો કરવા ખાતર બૉટની પરવાનગી આપવાથી સામાન્ય રીતે સમુદાય દૂર રહે છે.

નીતિ ફેરફાર કરો

આપણી આ બૉટ નીતિઓ વિકિની અન્ય સામાન્ય નીતિઓ અનુસાર જ છે. જો તમે તેનાથી જ્ઞાત ના હોવ તો અત્યારે જ વાંચી જુઓ.

મતદાન ફેરફાર કરો

જો આપ બૉટ ચલાવવા માંગતા હોવ તો અહિં અન્યોના મત મેળવો.

વિકિસ્રોત:બૉટ/સાંપ્રત બૉટ ખાતાં