વિકિસ્રોત:૨૦૨૧ વિકિમીડિયા ફાઉન્ડેશન બૉર્ડ ઇલેક્સન

વિકિમિડિયા ફાઉન્ડેશન વિશે ફેરફાર કરો

વિકિમીડિયા ફાઉન્ડેશન એક નફા-રહિત સંસ્થા છે જે જુદી જુદી વિકિમીડિયા પરિયોજનાઓને સહાય પૂરી પાડે છે. વિકિમીડિયા ફાઉન્ડેશન સ્વયંસેવકોને તેમજ આનુષંગિક સંસ્થાઓને ટેકનિકલ સહાય અને અન્ય સહાય પૂરી પાડીને વિવિધ પરિયોજનાઓના વિકાસમાં ભાગ ભજવે છે.

The Wikimedia Foundation has a Board of Trustees that oversees the and its work, as its ultimate corporate authority. The Board also oversees the Foundation’s annual planning, which is crucial for the Foundation to decide on support for various projects, regions and communities, in a year.

સમુદાયની બેઠકો માટે ૨૦૨૧ બોર્ડની ચૂંટણી ફેરફાર કરો

બોર્ડના સોળ ટ્રસ્ટીઓમાંથી એક બેઠક સ્થાપક માટે અનામત રાખવામાં આવે છે, સાતની નિમણૂક ટ્રસ્ટીઓ દ્વારા જરૂરી વિશેષજ્ઞતાના આધારે કરવામાં આવે છે અને આઠ બેઠકો સમુદાયની ચૂંટણી પ્રક્રિયા દ્વારા ચૂંટવામાં આવે છે. આ આઠ બેઠકો પૈકીની ચાર બેઠકો માટે ચૂંટણી પ્રકિયા હાથ ધરવામાં આવી રહી છે.

વિકિમીડિયા ફાઉન્ડેશનના ઇતિહાસના છેલ્લા ૧૫ વર્ષમાં દક્ષિણ એશિયા ક્ષેત્રના કોઈને પણ બોર્ડમાં સેવા આપવાની તક મળી ન હતી. આનાથી વિકિમીડિયા ચળવળના ઉચ્ચ સ્તરીય શાસન માળખામાં સમુદાય અને પ્રદેશના પ્રતિનિધિત્વના અભાવ પર અસર પડી રહી છે.

આ વખતે, આપણી પાસે તેને બદલવાની તક છે. કૃપા કરીને નીચે ચૂંટણીની સમયરેખા જુઓ અને તમે તેમાં સહભાગી બની શકો છો.


સમયરેખા ફેરફાર કરો

  • જૂન ૬-૨૯: ઉમેદવારોને આમંત્રણ
  • જુલાઈ ૨: પસંદ થયેલા ઉમેદવારોની જાહેરાત
  • જુલાઈ ૭ - ઓગસ્ટ ૩: ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્યક્રમ
  • ઓગસ્ટ ૪ – ૧૭ : મતદાનનો સમયગાળો
  • ઑગસ્ટ ૨૫ : મતદાનનાં પરિણામની જાહેરાત

મતદાનની માહિતી ફેરફાર કરો

તમે વિકિમીડિયા પર તમારા નોંધાયેલા કોઈ પણ એક ખાતા દ્વારા મત આપી શકો છો. તમે ફક્ત એક જ વાર મત આપી શકો છો, પછી ભલે તમારી પાસે ગમે કેટલા ખાતા હોય. મતદાર તરીકેની પાત્રતા માટે, આ એક ખાતું નીચે મુજબની લાયકાત ધરાવતું હોવું જોઈએ:

એક થી વધુ પ્રકલ્પો પર અવરોધિત (બ્લોક) ન હોવા જોઈએ; બોટ ખાતું ન હોવું જોઈએ; વિકિમીડિયા પર ૫ જુલાઈ ૨૦૨૧ પહેલાં ઓછામાં ઓછા ૩૦૦ સંપાદનો કર્યા હોવા જોઈએ; ૫ જાન્યુઆરી ૨૦૨૧ થી ૫ જુલાઈ ૨૦૨૧ ની વચ્ચે ઓછામાં ઓછા ૨૦ સંપાદનો કર્યા હોવા જોઈએ.

મતદાન લાયકાતની ઝડપથી ચકાસણી કરવા માટે એકાઉન્ટ એલિજીબિલિટી ટૂલ (ખાતા પાત્રતા ઉપકરણ)નો ઉપયોગ કરી શકાય છે.

નોંધ: જો તમે મતદાર તરીકે લાયક ન હો તો હજી ૫ જુલાઈ, ૨૦૨૧ ને સમય છે, હજી પણ તક છે. કૃપા કરીને વિકિમીડિયા પ્રકલ્પમાં ફાળો આપવા પર વિચાર કરો.


ઉમેદવાર ફેરફાર કરો

હાલના તમામ ઉમેદવારો અહીં છે.

પ્રશ્નો? ફેરફાર કરો

જો તમને કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને ચૂંટણી સ્વયંસેવકનો સંપર્ક કરો, અથવા facilitator અથવા ચર્ચા પાના પર સંદેશ મૂકો.