શરદ પૂનમ
મણિશંકર રત્નજી ભટ્ટ-'કાન્ત'




શરદ પૂનમ


શરદ પૂનમની રઢિયાળી સદા, મને સાંભરે આપણી રાત,
હસે આકાશે ચંદ્રમા, તારા મને સાંભરે આપણી રાત,

વદને નવજીવન નૂર નયને પ્રણયામૃત પૂર
હૃદયે રસમાં ચકચૂર મને સાંભરે આપણી રાત,

ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રે કીધી વિશ્રબ્ધ વાતો રસીલી
કલ્પનાની ઇમારત કૈંકમને સાંભરે આપણી રાત,

તારું સ્વાર્પણ અંતરમાં જ કથા અદભુત એ જઈ કોને ક
સ્મરનાં જલ માંહિં નિમગ્ન મને સાંભરે આપણી રાત,

રાત રૂપાળી, રૂડી, રસાળી આશકોની અપૂર્વ દિવાળી
આખી ઉત્સવ માફક ગાળી મને સાંભરે આપણી રાત,

પ્રાણો આપણાનો ત્યારે યોગ અંગે અંગનો ઉત્તમ ભોગ
અને આખર આમ વિયોગ મને સાંભરે આપણી રાત,

હસે આકાશે ચંદ્રમા, તારા મને સાંભરે આપણી રાત,
શરદ પૂનમની રઢિયાળી મને સાંભરે આપણી રાત,