શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૩. વંદના આવશ્યક/૩. દ્વાદશાવર્ત્ત ગુરુવંદના સૂત્ર

← શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૨. ચૌવીસંત્થો આવશ્યક શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૩. દ્વાદશાવર્ત્ત ગુરુવંદના સૂત્ર
જૈન ધાર્મિક સાહિત્ય
શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૪. જ્ઞાનના અતિચાર →


૩. વંદના આવશ્યક

૩. દ્વાદશાવર્ત્ત ગુરુવંદના સૂત્ર

ત્રીજા આવશ્યકની આજ્ઞા એક કહીને આ પાઠ બોલવાનો હોય છે. આ પાઠ ગુરુને ઉત્કૃષ્ટ વંદના કરવાનો છે તેને ઉભડક-ઉત્કટુક આસને બેસીને કરવાનો છે. અને આ પાઠ પ્રતિક્રમણ કરતી વખતે બે વાર બોલવામાં આવે છે.

ઈચ્છામિ - (હું) ઇચ્છુ છું
ખમાસમણો ! - હે ક્ષમાવંત ગુરુદેવ ! અથવા હે ક્ષમાશ્રમણ
વંદિઉં - (આપને)વંદના કરવાને
જાવણિજ્જાએ - (શરીરની) યથાશકતિ પ્રમાણે
નિસીહિયાએ - શરીરને પાપ ક્રિયાથી હઠાવી અથવા અશુભયોગ = પાપક્રિયાને નિષેધી
અણુજાણહ - અનુજ્ઞા - આજ્ઞા આપો
મે - મને
મિ ઊગ્ગહં - મને મર્યાદામાં આવવાની અથવા અવગ્રહમાં આવવાની
નિસીહિ - અશુભ પાપ ક્રિયા રોકીને
અહોકાંય - (આપનાં) ચરણોને,
કાયસંફાંસં - મારી કાયાથી સ્પર્શ કરૂ છું
ખમણિજ્જો - ક્ષમા કરજો
ભે - હે પૂજ્ય ! આપને (મારા સ્પર્શથી)
કિલામો - બધા પીડા થઈ હોય તો
અપ્પકિલંતાણં - અલ્પ ગ્લાન અવસ્થામં રહી ને (આપની કિલામના ગઈ છે)
બહુ સુભેણં - ઘણા શુભયોગે-સમાધિ ભાવે
ભે - હે પૂજ્ય !આપનો
દિવસો - આજનો દિવસ
વઈકકંતો - વહી ગયો, પસાર થયો, વ્યતીત થયો (તેમાં)
જત્તા ભે ? - આપની જાત્રા (સંયમયાત્રા) સુખ રૂપ છે ?
જ્વણિજ્જં - મન તથા ઈદ્રીંયોની પીડાથી રહીત છો ?
- અને
ભે ? - હે પૂજ્ય ! હું આપની
ખામેમિ - ક્ષમા માગું છું

ખમાસમણો - હે ક્ષમાવંત ગુરૂદેવ અથવા હે ક્ષમાશ્રમણ
દેવસિયં* - દિવસ સંબંધી
વઈકકમં - અપરાધ થયો હોય
આવસ્સિયાએ - આવશ્યક કરણી કરતાં થયેલા અતિચારથી
પડિકકમામિ - નિવર્તું છું અથ્વા નિવૃત્ત થાઉં છું.
ખમાસમણાંણં - ક્ષમાવંત ગુરૂદેવોની
દેવસિયાએ* - દિવસ સંબંધી
આસાયણાએ - આશાતના વડે
તિત્તીસન્નયરાએ - તેંત્રીશમાંથી કોઇપણ
જંકિચિં - જે, કાંઈ
મિચ્છાએ - મિથ્યાભાવે
મણ દુકકદડાએ - દુષ્ટ મનથી,
વય દુકકદડાએ - દુષ્ટ વચનથી,
કાય દુકકદડાએ - શરીરની દુષ્ટ ચેષ્ટાથી,
કોહાએ - ક્રોધથી,
માણાએ - માનથી,
માયાએ - કપટથી,
લોહાયે - લોભથી,
સવ્વ કાલિયાએ - સર્વ કાળ સંબંધી
સવ્વ મિચ્છોવયારાએ - સર્વ પ્રકારના મિથ્યા આચરણ વડે

સવ્વ ધમ્માઈકકમણાએ - સર્વ પ્રકારના ધર્મનું ઉલ્લંઘન કરનારી
આસાયણાએ - અશાતના વડે
જો મે - જે મેં, મારા જીવે
દેવસિઓ* - દિવસ સંબંધી
અઈયારો - અતિચાર
કઓ - કર્યાં હોય
તસ્સ - તેનું, (અતિચારોનું)
ખમાસમણો !- હે ક્ષમવાવંત ગુરૂદેવ અથવા હે ક્ષમાશ્રમણ!
પડિક્કામામિ - પ્રતિક્રમણ કરૂં છું.
નિંદામી - (આત્માની સાક્ષીએ)નિંદું છું
ગરિહામિ - ધિક્કારું છું
અપ્પાણં વોસિરામિ - આત્માને તે પાપથી દૂર કરૂં છું

"સ્વામીનાથ ! સામાયિક એક, ચઉવીસંત્થો બે અને વંદના ત્રણ એ ત્રણે આવશ્યક પુરા થયા તેને વિષે શ્રી વીતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા, સુત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત અનંત સિધ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છા મિ દુકકડં."

(અહીં ઉભા થઈને વંદના કરી "ચોથા આવશ્યક" ની આજ્ઞા માંગવી)


નોંધ : યથા કાળ પ્રતિક્રમણમાં દેવસિયં = દિવસ સંબંધી શબ્દની જગ્યાએ (૧) રાઈયં = રાત્રિ સંબંધી (૨) પક્ખિયં = દર મહિનાની અમાસ અને પૂનમે (૧૫ દિવસે) (૩) ચાઉમ્માસિયં = ચાર ચાર મહિને - કારતક સુધ પૂનમ , ફાગણ સુદ પૂનમ અને અષાડ સુદ પૂનમ (૪) સવંચ્છરિય = વર્ષમાં એક વખત ભાદરવા સુદ પાંચમ શબ્દ બોલવા. યથાકાળ પાઠમાં 'દેવસિયં' શબ્દની જગ્યાએ (૧) રાઈયં (૨) પખિય (૩) ચાઉમ્માસિય (૪) સંવચ્છરિય શબ્દ બોલવા.