શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૧. છઠ્ઠું દિશા પરિમાણ વ્રત
← ૧૦. પાંચમું અણુવ્રત | શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી) ૧૧. છઠ્ઠું દિશા પરિમાણ વ્રત જૈન ધાર્મિક સાહિત્ય |
૧૨. સાતમું વ્રત → |
૧૧. છઠ્ઠું દિશા પરિમાણ વ્રત
છઠ્ઠું દિસિ વ્રત - છઠ્ઠું દિશાઓની મર્યાદા બાંધવાનું વ્રત
ઉડ્ઢદિસિનું યથા પરિમાણ - ઊંચી દિશાની જે મર્યાદા કરી હોય,
અધો દિસિનું યથા પરિમાણ - નીચી દિશાની જે મર્યાદા કરી હોય,
તિરિય દિસિનું યથાપરિમાણ - તિરછી (વચલી) જમીનની દિશાની ઉત્તર, પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશાની જે મર્યાદા કરી હોય,
એ યથા પરિમાણ કીધું છે, તે ઉપરાંત સઈચ્છાએ [૧]કાયાએ જઈને પાંચ આશ્રવ[૨] સેવવાનાં પચ્ચક્ખાણ -
જાવજ્જીવાએ, દુવિહં, તિવિહેણં, ન કરેમિ, ન કારવે મિ, મણસા, વયસા, કાયસા એવા છઠ્ઠા દિસિ વેરમણં વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા ન સમાયરિવ્વા તંજ્હા તે આલોઉં
ઉડ્ઢ દિસિ પ્પમાણાઈક્કમે - ઊંચી દિશાની મર્યાદા ઓળંગી હોય
અધો દિસિ પ્પમાણાઈક્કમે - નીચી દિશાની મર્યાદા ઓળંગી હોય
તિરિય દિસિ પ્પમાણાઈક્કમે - તિરછી (વચલી) દિશા એટલેકે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશાની મર્યાદા ઓળંગી હોય
ખેતવુડ્ઢી - એક દિશાની મર્યાદા ઘટાડી બીજી દિશાની મર્યાદા વધારી હોય
સઈ અંતરદ્ધાએ - સંદેહ પડયા છતાં આગળ જવાયું હોય
એહવા છઠ્ઠા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.